હાલ ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, તેમજ હજી પણ મુશળધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. આ મુશધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.
ગુજરાત રાજ્યમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદ વરસવાને કારણે બસ-ટ્રેનના વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે ફ્લાઇટને પણ તેની અસર થઈ છે. કારણ કે, વરસાદની લીધે ખૂબ જ ઘટી જતી હોય છે. આથી એરક્રાફ્ટને એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લીયરન્સ ન મળતા અનેક ફ્લાઈટને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હતા. ગઈકાલે સપ્તાહનો પ્રથમ દિવસ હતો ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ફ્લાઈટની અવરજવર પણ વધુ રહી હતી. સામાન્ય દિવસોમાં 260 થી 270 જેટલી ફ્લાઈટની થતી હોય છે. ત્યારે આજે પણ આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટની અવરજવરને વાતાવરણની અસર થઈ હતી.
રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ
- સ્ટેટ હાઈવે- 22
- અન્ય- 37
- પંચાયત- 549
- કુલ- 608
14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રીપ પૈકી 583 રૂટ બંધ
રદ કરાયેલી ટ્રેન - ટ્રેન નંબર 09400 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.
- ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન રદ રહેશે.
- ટ્રેન નંબર 09274 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.
તદ અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74% એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે. રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને કુલ રાજ્યના 523 માર્ગો બંધ છે.

