શ્રાવણ માસ એટલે તહેવારોની સીઝન રક્ષા બંધન અને અન્ય પર્વ બાદ આગામી સપ્તાહથી સાતમ આઠમ પર્વ આવશે આ ઉપરાંત તહેવાર દરમિયાન ચોથો શનિવાર પણ આવતો હોય જેથી શાળા કોલેજમાં અને સરકારી કચેરીમાં મીની વિકેશનનો માહોલ જામી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના યાર્ડમાં રજાઓ જાહેર થઈ છે મોરબીના વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૪ ઓગસ્ટને શનિવારથી તા. ૨૮ ઓગસ્ટને બુધવાર સુધી જન્માષ્ટમી નિમિતે રજા હોવાથી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે જેની દરેક ખેડૂતો, વેપારીઓ અને દલાલ ભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે આ ઉપરાંત હળવદ યાર્ડમાં પણ અગામી 24થી 29 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની રજાઓ જાહેર કરવામાં આવી છે હળવદ યાર્ડ 30 ઓગસ્ટના રોજ યાર્ડ રાબેતા મુજબ શરુ થશે

