મોરબી શહેરમાં ડિસેમ્બર2015 માં નિખિલ પરેશભાઈ ધામેચા નામનો સગીર શાળાએ અચાનક ગુમ થયા બાદ તેની મચ્છુ નદીમાં કોથળામાં બાંધેલ હાલતમાં લાશ મળી આવી હતી.અત્યંત વિકૃત હાલતમાં મળી આવેલ લાશ ની તપાસમાં હત્યા થઈ હોવાનું તેમજ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયા હોવાનું સામે આવ્યું હતું.આં ઘટનામાં જે તે સમયે પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ જાણે કોઈ મોટા માથાના દબાણ હેઠળ કામ કરતી હોય તેમ તટસ્થ તપાસ કરી શકી ન હતી.જે તે સમયે નિખિલ ના પિતા પરેશભાઈ દ્વારા જે તે સમયે સ્વામી નારાયણ મંદિરના મહંત સામે પણ આશંકા વ્યક્ત કરી હતી જોકે તે અંગે પણ કોઈ તટસ્થ તપાસ ન થઈ હોવાનો દાવો કરાયો હતો. લાંબા સમય સુધી કેસ તપાસ કરવા છતાં પોલીસે આરોપી સુધી ન પહોંચી શકતા કેસ સી આઈ ડી ક્રાઈમ ને સોંપવામાં આવ્યો હતો જોકે સી આઇ ડી ક્રાઈમ ને સોંપવા છતાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી ન હતી ન CiD આરોપીઓ સુધી પહોંચી તેમજ પોલીસે જે તપાસ કરી હતી તેવી જ સ્થિતિ રહેતા મૃતકના પિતાએ હાઈ કોર્ટનો દરવાજો ખખડાવીને સમગ્ર તપાસ સી બી આઇને આપવા માગણી કરી હતી. કોર્ટે પિટિશન સ્વીકારી તેના પર સુનવણી હાથ ધરી હતી અને પીડિત પરિવારની માગણી માન્ય રાખી સમગ્ર કેસની તપાસ સીબીઆઇ ને સોંપવા આદેશ કર્યો છે