ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે 15મી ઓગસ્ટે જૂથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજાતા અગાઉ થયેલ જાહેરનામા મુજબના અનામત સહિતના 20 સદસ્યો માટે બે પેનલ મેદાનમાં ઉતરી હતી. જે પૈકી વર્તમાન સતામાં રહેલી 3 દાયકા સુધી સહકારી મંડળીના સભ્યો પૈકીની સહયોગ પેનલ ટ્રેકટરના નિશાન સાથે તો સાચે બંડ પોકારી સતાની નારાજગી દર્શાવી પરિવર્તન માટે યુવા પેનલના ફાલ્ગુનભાઈ સંઘાણી, હરેશભાઈ સંઘાણી, પ્રકાશભાઈ સંઘાણીની યુવા પેનલના કળશના નિશાન સાથે મેદાનમાં આવતા સહકારી મંડળીની ચુંટણી ભારે રસાકસી બની હતી. સહકાર પેનલના 20 સભ્યો જયારે યુવા પેનલના 19 સભ્યો માટે હરબટીયાળી મીતાણા(પ્રભુનગર), ધ્રોલીયા, હરિપર(ભુતકોડા) ગામના આશરે 1600 જેટલા સભાસદોની ચુંટણી યોજવામાં આવેલ જેમાં 1470 જેટલું ઉચું મતદાન થયું હતું. તા.-16/08/2024 ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી. જેમાં યુવા પેનલ વિજેતા બની હતી.
જેમાં આ યુવા પેનલમાં (1) અશોકભાઈ ચકુભાઈ સંઘાણી (2) રસીલાબેન અરવિંદભાઈ સંઘાણી (3) હંસાબેન દિનેશભાઈ ડાકા (4) મોહનભાઈ રામજીભાઈ ચૌહાણ (5) અંબારામ કલાભાઈ દુબરિયા (6) કરસનભાઈ ભગવાનજીભાઈ સંઘાણી (7) કાંતિલાલ રણછોડભાઈ સંઘાણી (8) કેશવજીભાઇ પાંચાભાઈ ભાગીયા (9) ગંગારામ ગોવિંદભાઈ નમેરા (10) ઘેલાભાઈ વાઘજીભાઈ ઢેઢી (11) ચકુભાઈ નરસીભાઈ દુબરિયા (12) ચંદુલાલ પ્રેમજીભાઈ ભાગીયા (13) નરેન્દ્રભાઈ મકનભાઈ સંઘાણી (14)નાથાલાલ વિરજીભાઈ સંઘાણી (15) ભગવાનજીભાઈ નારણભાઈ ગજેરા (16) ભાણજીભાઈ કાળુભાઈ નમેરા (17) મનસુખભાઈ ભાણજીભાઈ ઉજરીયા (18) શશીકાંતભાઈ ભગવાનજીભાઈ દુબરીયા (19) હિતેશભાઈ સુંદરજીભાઈ દવેડા વિજેતા જાહેર થયા હતા.