મોરબીના ઝીકીયારી ગામમાં માતા અને બહેન વચ્ચે રસોઈ બનાવવામાં બોલાચાલી થતા યુવક પર જાણે યમ સવાર થઇ ગયો હોય તેમ તેની સગી જનેતા અને બહેનનો વેરી બન્યો હતો. આવેશમાં આવીને માતા અને બહેન પર ધારિયા વડે તૂટી પડ્યો હતો. ઘટના બાદ પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો આ બનાવમાં કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં બન્ને પક્ષની ફરિયાદ આધારે આરોપીને આજીવન કેદ ફટકારી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઝીકીયારી ગામેં રહેતા દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાની માતા કસ્તુરબેન અને તેની બહેન સંગીતાબેન વચ્ચે ગત તા.7/11/2020ના રોજ રસોઈ બનાવવા મુદે બોલાચાલી થઇ હતી. અને રસોઈ બની ન હતી અગાઉ પણ માતા પુત્રી વચ્ચે થતા ઝઘડાના કારણે આરોપી દેવશીભાઈ ગુસ્સે ભરાયો હતો અને અડધી રાત સુધી જમવા ન મળતા યુવકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને ગુસ્સામાં જ ન કરવાનું કરી બેઠો હતો. દેવશીએ આવેશમાં આવીને ઘરમાં પડેલા લોખડના ધારીયાથી જન્મ દેનારી માતા કસ્તુરબેન અને બહેન ગીતાબેનના ગળાના ભાગે જીવલેણ ઘા મારી બન્નેની કરપીણ હત્યા નિપજાવી હતી. આ ઘટનામાં આરોપીના પિતરાઈ ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો જે બાદ પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો
જ્યાં સરકારી વકીલ વિજય જાની દ્વારા સરકારી વતી દલીલ કરી હતી તેમજ ઘટનાને લગતા 18 મૌખિક અને 29 દસ્તાવેજી પુરવા રજુ કર્યા હતા અને કેસમાં આરોપી દેવશી ઉર્ફે કાળું સવજીભાઈ ભાટીયાને આજીવન કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

