HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) મોરબીના મકરાણીવાસ નજીક પતા ચીપતા સાત શખ્સો ઝડપાયા

મોરબીના મકરાણીવાસ નદીના ઢાળીયા પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાંથી કાદિરભાઇ મોહમદભાઇ બ્લોચ, તોફિક ઉર્ફે દેવો રફિકભાઇ બ્લોચ, મુસ્તુ દાદુભાઇ દાવલીયા, હાજીભાઇ મુસાભાઇ કુરેશી, હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપકભાઇ ગોહિલ, ઓસમાન ઇબ્રાહિમભાઇ કુરેશી અને મોહમદ સુલેમાનભાઇ બ્લોચ નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો કુલ રૂ.- 20,400 ના મુદામાલ સાથે પકડાયા હતા. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) હળવદમાં જુગાર રમતા 14 જુગારીઓને પોલીસે ઝડપી લીધા

હળવદના રણમલપુર ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં શેરીમાં જુગાર રમતા નાગરભાઈ જદુભાઈ વીરાણી, મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા, ઉમેશભાઈ જયંતિભાઈ દવે, ઘનશ્યામભાઈ ધીરુભાઈ વિરાણી, વાસુદેવભાઈ જસરાજભાઈ વરમોરા અને રાજેશભાઈ શામજીભાઈ વરમોરા નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 17,600 નો મુદામાલ મળી આવ્યો હતો. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

આ ઉપરાંત પોલીસે સુંદરગઢ ગામે દરોડા પાડતા ત્યાં જુગાર રમતા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પરમાર, બળદેવભાઈ ઘોઘજીભાઈ ડાભી, રાજેશભાઈ છેલાભાઈ ગીગોરા, નાજાભાઈ રાણાભાઇ ગીગોરા, રમેશભાઈ કરણાભાઈ લીલાપરા, મુકેશભાઈ જગાભાઇ ચરમારી, ભરતભાઈ કાળુભાઈ ખાંભડિયા અને દશરથભાઈ કમાભાઈ લીલાપરા નામના આઠ શખ્સોને પોલીસે કુલ રૂ.- 16,440 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. હળવદ પોલીસે તે શખ્સો વિરુધ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3) મોરબીના અમરનગર ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના અમરનગર ગામે આવેલ ઓમશીવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરતા મૂળ કચ્છના વતની દશરથભાઈ બાબુભાઇ કોળી ઉ.18 નામના યુવાને કારખાનાના લેબર કોલોનીના રૂમમાં લૂંગી વડે ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(4) મોરબીના વીસીપરા પાસે દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના બાતમીના આધારે વીસીપરામાં પોલીસે રેડ મારતા ત્યાં દેશી દારૂ સાથે હનીફભાઇ રાયબભાઇ નોતીયારને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-900 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW