હળવદ-મોરબી ચોકડી નજીક GJ-36-AK-8874 નંબરનું બાઈક લઈને હળવદના બુટાવડથી કડીયાણા ગામે લૌકિટે જઇ રહેલા સુરેશભાઈ ભગાભાઈ સુરાણી, તેમના પત્ની સવિતાબેન તેમજ સુરેશભાઈના કાકી હંસાબેન ધીરાભાઈ સુરાણીએ ટ્રીપલ સવારીમાં કડીયાણા ગામે જતા હતા. તે સમયે GJ-12-BY-5888 નંબરના ટેન્કર ચાલકે ટેન્કર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી હળવદ-મોરબી ચોકડી પાસે તે બાઈકને હડફેટે લેતા બન્ને મહિલાઓને મોરબી તેમજ સુરેશભાઈને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ બનાવ અંગે સુરેશભાઈના પિતા ભગાભાઈએ હળવદ પોલીસ મથકમાં તે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.