(1) મોરબીના યમુનાનગરમાં ત્રણ મહિલા સહીત ચાર જુગારી રૂ.- 20,570 ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમીયાન બાતમીના આધારે રેડ મારતા યમુનાનગર શેરી નં.-3 માં જુગાર રમતા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, અંજુબેન જશુભાઇ ગૌસ્વામી, જયશ્રીબેન દિલીપભાઇ સારલા અને કાંતાબેન ઉર્ફે ખુશીબેન ઇશાભાઇ વકાલીયા નામના આ ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 20,570 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
(2) માળીયાના ખાખરેચી ગામે દારૂ સાથે શખ્સ પકડાયો
માળીયાના ખાખરેચી ગામના રેલ્વે ફાટકથી આગળ ખાખરેચી ગામ તરફના રોડ પાસે 15 લીટર દેશી દારૂ સાથે કૈલાશભાઇ ઉર્ફે સીતુલ હસુભાઇ કછદડીયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ વિરુદ્ધ માળીયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3) માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત
માળીયાના જુના ઘાટીલા આવેલ નર્મદા કેનાલમાં મૂળ એમીના વતની ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયાએ ઉં.વ.-40 તે ગત તા.-30/07/2024 ના રોજ બપોરના સમયે નર્મદા કેનાલ મા ન્હાવા ગયા હતા. જે બાદ અકસ્માતે કેનાલના પાણીમા પડી જતા કેનાલના પાણીમા ડુબી જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જાય ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી તપાસ હાથ ધરી છે.