મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ફસ્ટ એડ ટેનિંગ કોર્ષ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક સારવારની જરૂરિયાત હોય તેવા સમયે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ કે ડોક્ટર પાસે નો પહોંચે એ પહેલા બચાવ માટે 10 મિનિટના ગોલ્ડન સમયમાં હાર્ટ એટેક , બેભાન, ચક્કર, આજકી શોર્ટસર્કિટ, રોડ અકસ્માત ફેક્ચર કામની સ્થળ ઉપર થતી ઇજાઓ જેવા સંજોગોમાં કઈ રીતે સારવાર કરવી. તેના માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામ St. John Ambulance Association સંસ્થાના ડૉ પ્રસ્મિત અમિત શાહ ના માર્ગદર્શનમાં આપવામાં આવી જેમાં 80 થી વધુ કર્મચારીઓએ લાભ લીધો, જેનાથી કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં એ પોતાના ટ્રેનીંગના આધારે અન્ય વ્યક્તિના અમૂલ્ય જીવનને બચાવવામાં ઉપયોગી થઈ શકે તે રીતે ની ટ્રેનિંગ આપવામાં આવેલ છે.