આજના સમયમાં બાળકો મોબાઈલમાં અન્ય લોકોની વૈભવી લાઈફ સ્ટાઈલથી પ્રભાવિત થઇ તેના જેવી લાઈફ સ્ટાઈલ તરફ જીવવાના સ્વપ્ન જોતા હોય છે અને આ વસ્તુનો કેટલાક અસામાજિક તત્વો લાભ લઇ રહ્યા છે અને એન કેન રીતે વ્યાજના ચક્કરમાં ફસાવી રહ્યા છે ત્યારે વાલીઓ આં ઘટનાથી સાવધાન થાય તે જરૂરી છે
મોરબીમાં રહેતા ચેતનભાઈ મગનભાઈ ચીકાણીનો પુત્રને તેની શાળામાં અભ્યાસ કરતા અન્ય એક છાત્રની મદદ થી દેવ પનારા નામનો શખ્સે સગીર છાત્રને આઈફોન સસ્તામાં આપવાની લાલચ આપી હતી જોકે યુવાને ફોન ન લેવો હોય તેવું જ્ન્વાવતા આરોપીઓ માત્ર એક દિવસ જોઈ લે તેમ કહી ફસાવ્યો હતો જે બાદ સગીરે બીજા દિવસે પરત આપી દિધો હતો જોકે ત્રણ-ચાર દિવસ બાદ કેટલાક શખ્સ ફરી તેને મળ્યા હતા અને આઈફોનની ડિસ્પ્લે તોડીને તેને પાછો આપ્યો હોય જેથી તેનો ખર્ચ આપવો પડશે તેમ કહી સગીરને ધમકાવ્યો હતો મોકાનો લાભ લઇ દેવ પનારાએ તેના એક અન્ય મિત્ર જયરાજ રમેશભાઈ જારીયા પાસેથી રૂ 40 હજાર જેટલી રકમ લેવડાવી લીધી હતી બાદમાં જયરાજ ભાઇ જારીયા પાસેથી લઇ પોતે દરરોજનુ રૂ.1000 લેખે આઠ દીવસ સુધી વ્યાજ લીધેલ હોય વાંરવાર રૂપિયા માંગતા સગીર ચિંતામાં ગરકાવ થઈ જતા અંતે પિતા એ પુછ પર છ કરતા આખી ઘટના સામે આવી હતી જે બાદ તે રૂપીયાના બદલે રૂ.30,000 વ્યાજના જયરાજભાઇને સગીરના પિતા ચેતનભાઈ પટેલેએ ચુકવી આપેલ હોય તેમ છતા જયરાજ રમેશભાઇ જારીયાએ તેના મોબાઇલથી ફરીયાદીને તમે મારા માણસ દેવ પનારા ને શુંકામ ખીજાણા તેમ કહી ફોન કરીને ગાળો આપી ચેતનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત કિશન ગઢવી નામના વ્યકિતએ ચેતન મોબાઇલ ઉપર ફોન કરી ફરીયાદી ના દીકરા એ પોતાની પાસેથી રૂપીયા ૧,૦૦,૦૦૦ લીધેલ છે તેવી ખોટી વાત કરી રૂપીયાની ઉઘરાણી કરી ધમકી આપતા તેઓએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે