મોરબી તાલુકાના ઘૂટું ગામે મળેલ બાતમીના આધારે પોલીસે ઘૂટું ગામની સીમમાં રેડ મારતા ત્યાં હેલીપેડ પાછળ ઝાડી ઝાંખરામાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પીરાભાઈ જોધાભાઇ બોહરીયા અને ભાવેશભાઈ ચંદુભાઈ સંઘાણીને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી ઈંગ્લીશ દરુનીઓ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ- 109 કિંમત રૂ.- 32,915 ના મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

