મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામ નજીકથી પસાર થતી ફૂલકી નદીમાં ગત રાત્રીના અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બે ગામ વચ્ચેથી નીકળતો કોઝવે એક યુવાન પસાર કરી રહ્યો હતો તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો ઘટનાની જાણ થતા સૌ પ્રથમ આસપાસના ગ્રામજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી જોકે યુવકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગને જાણ કરતા તેઓ પણ સ્થળ પર પહોચી ગયા હતા જોકે રાત્રીનો સમય હોવાના કારણે યુવકની શોધખોળ શક્ય ન હોવાથી આજે સવારે ફરી યુવકની શોધખોળ હાથ ધરતા કોઝવે થી થોડે દુર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પોસ્ટ મોર્ટમ અર્થે માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો મૃતકનું નામ રામજી હોવાનું અને તેની અંદાજીત ઉમર 30થી ૩૫ વય હોવાનું અનુમાન છે
અન્ય એક બનાવ મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ મીલેનીયમ પેપર મિલ નજીક તળાવમાં એક યુવક ડૂબી ગયા હોવાનો કોલ આવતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોચી હતી અને યુવકની શોધખોળ કરી હતી અને તેનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો હતો

