HomeGujaratમોરબીમાં જમીનના ટાઈટલ ક્લિયરનું પ્રમાણપત્ર આપવા ₹50,000 ની લાંચ માંગનાર તલાટી મંત્રીને...

મોરબીમાં જમીનના ટાઈટલ ક્લિયરનું પ્રમાણપત્ર આપવા ₹50,000 ની લાંચ માંગનાર તલાટી મંત્રીને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી

મોરબીના નવા સાદુરકા ગામને રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂતના પત્નીના નામે જમીન આવેલી હતી જે વેચાણ કરવાની હોવાથી એક પાર્ટી સાથે સોદાખત કરી વેચાણ કરેલી હતી જોકે દસ્તાવેજ પ્રકિયા માટે જમીનના માલિકી અંગેનું તેઓએ હક પત્રક મેળવતા જમીનનો ટાઈટલ ક્લીયર ન હતું જેથી દસ્તાવેજમાં ટાઇટલ ક્લિયરન્સ માટેનું પ્રમાણપત્રની જરૂર હોય જેથી ફરિયાદીએ ભાગપત્રકનું ટાઈટલ ક્લિયર કરાવવા તલાટી મંત્રી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયા ને મળ્યા હતા પરંતુ પીતાંબરભાઈએ ટાઈટલ ક્લિયર માટે ₹50,000 ની માંગણી કરેલી હતી જેન્તીભાઈએ લાંચ ની રકમ આપવી ન હોય જેથી તેઓએ acb ને જાણ કરતા એસીબી દ્વારા છટકો ગોઠવવામાં આવ્યું હતું અને રૂપિયા 50 હજારની લાંચ લેતા તલાટી મંત્રી ACB એ ઝડપી લીધા હતા અને તેના સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસમાં ફરિયાદી વતી સરકારી વકીલ વિજયકુમાર જાની અને સંજયભાઈ દવે રોકાયા હતા તેઓએ એ કેસમાં ૭ મૌખીક પૂરાવા તેમજ ૪૨ દસ્તાવેજી પુરાવા તપાસી દલીલો રજુ કરી હતી બીજી તરફ આરોપી તરફી રોકાયેલ વકીલ દ્વારા ૨ પુરાવાઓ રજૂ કર્યા હતા અને તેની દલીલો રજુ કરી હતીACB કોર્ટના જજ દ્વારા બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે તલાટી મંત્રી પીતાંબર પ્રભુભાઈ જાનીને કસુર વાર ઠેરવ્યા હતા અને ચાર વર્ષની કેદ તેમજ ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW