HomeGujaratમોરબીમાં ભારતીય મજદૂર સંઘના ૭૦ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં ભારતીય મજદૂર સંઘના ૭૦ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

દેશની આઝાદી બાદ ઉદ્યોગ વધવાની સાથે મજુરોના હિતના રક્ષણ માટે ૭0 વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક દતોપંત ઠેકડી દ્વારા 23 જુલાઈ 1955 ના રોજ ભોપાલ ખાતે ભારતીય મજદુર સંઘની સ્થાપના કરવામાં આવી હતી આજે ભારતીય મજદૂર સંઘના 7૦ માં સ્થાપના દિવસની આજે મોરબીના નવા બસ સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવી હતી જકાર્યક્રમની શરુઆતમાં મજદૂર સંઘના ધ્વજા રોહણ કરાયું હતું બાદમાં ભારત માતાના તસ્વીરનું પૂજન કરાયું હતું તેમજ ભારતીય મજદૂર સંઘના સ્થાપક દતોપંત ઠેગડીનો પરિચય અને તેમણે મજૂરોના હિત માટે કરેલી કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી તેમજ આ તકે હાજર રહેલા એસટી કર્મીઓ તેમજ અન્ય મજૂરોને તેના હિત અને અધિકાર વિશે સમજણ આપવામાં આવી હતી.આગામી દિવસોમાં મજૂરોને સંગઠનની કામગીરી વિશે સમજણ આપી સંગઠનમાં જોડાવવા પ્રયાસ કરશે તેમ મજદૂર સંઘ સાથે જોડાયેલ ડી એન ઝાલા એ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW