HomeGujaratમોરબીના ગોરખીજડિયા પાસે આવેલ પેપરમિલમાં યુવાન પર લોડર ફરી વળતા મોત નીપજ્યું

મોરબીના ગોરખીજડિયા પાસે આવેલ પેપરમિલમાં યુવાન પર લોડર ફરી વળતા મોત નીપજ્યું

મોરબીના ગોરખીજડિયા નજીક આવેલ તીર્થંક પેપરમિલમાં નાઈટ ડ્યુટીમાં કામ કરતો શ્રમિક યુવાન મૂળ એમપીના વતની હતો. ગત તા.1 જુલાઈના રોજ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં હરિસિંગ ફેરનસિંગ લોધી નામનો યુવક તીર્થંક પેપરમીલમા નાઈટ ડ્યુટીમાં હતો અને વહેલી સવારે પેપર વેસ્ટમાં આરામ કરવા સુવા માટે આડા પાડ્યા હતા, તે દરમિયાન લોડર ચાલકે બેફિકરાઈથી પાછળ જોયા વગર લોડર રિવર્સમા લઈ હરિસિંગ નામના યુવાન ઉપર લોડર ચડાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ત્રિવેણીબેન લોધીએ તે લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW