મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ પેડવાની જિલ્લા માહિતી કચેરી ભુજ (કચ્છ) ખાતે બદલી થતાં મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
વર્ષ 2019 માં 24 જુલાઈના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરીમાં કચેરીના વડા તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા ઘનશ્યામ પેડવા ભુજ માહિતી કચેરી ખાતે સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન માહિતી નિયામકની કચેરી દ્વારા લેવામાં આવેલ સહાયક માહિતી નિયામકની પરીક્ષામાં પાસ થતા તેમની મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ જોતા સહાયક માહિતી નિયામક તરીકે તેમનું મોરબી પ્રથમ પોસ્ટિંગ હતું. મોરબી ખાતે પાંચ વર્ષની નોકરી પૂરી કર્યા બાદ ઘનશ્યામ પેડવાની તેમના વતનમાં કચ્છ ખાતે બદલી થતાં માહિતી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી લાગણીસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેમેરામેન ભરતભાઈ ફુલતરીયા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, સિનિયર ક્લાર્ક એ.પી. ગઢવી, ફોટોગ્રાફર પ્રવીણભાઈ સનાળિયા તેમજ અન્ય સ્ટાફમાં કિશોરપરી ગોસ્વામી, જયેશભાઈ વ્યાસ અને અજયભાઈ મુછડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

