HomeGujaratમોરબીમાં મહોરમ પર્વ નિમિતે મુખ્ય માર્ગો પર ઝુલુશ નીકળ્યા, નેહરુ ગેટ ચોકમાં...

મોરબીમાં મહોરમ પર્વ નિમિતે મુખ્ય માર્ગો પર ઝુલુશ નીકળ્યા, નેહરુ ગેટ ચોકમાં તાજીયા નું વિર્સજન કરાયું 

હજરત ઈમામ  હુસૈનની યાદમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ એવા મહોરમ પર્વની આજે ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા હતા. જે મંગળવારે રાત્રે પળમાં આવ્યા હતા બાદમાં આજે શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા બાદમાં આ તમામ તાજીયા શહેરના ન્હેરુગેટ ચોક ખાતે એકઠા થયા હતા. અહી મુસ્લિમ સમાજના લોકો તેના દર્શન કર્યા હતા. તેમજ નેહરુ ગેટ ચોક ખાતે  ધર્મ ગુરુની હાજરીમાં તાજીયા વિસર્જન કરાયા હતા. આ વિસર્જન નિમિતે મોરબી શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને કરબલાના યુધ્ધ શહીદ થયેલા શહીદોને યાદ કરી માતમ પાડ્યું હતું. 

વાણીયા ગામમાં મહોરમ નિમિતે ઝુલુસ નીકળ્યું, મહોરમ પર્વ નિમિતે માળિયા મિયાણા તાલુકાના વવાણિયા ગામમાં તાજીયા ઝુલુસ નીકળ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. માળીયા મી. તાલુકાના વવાણીયા ગામે મહોરમ માસ નિમિતે તાજીયા જુલુસ આજ રોજ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મનાવવા માં આવ્યા હતા અને  ઠેર ઠેર ઈમામ હસન હુસૈન ની યાદ માં નારા ગુંજી ઉઠ્યા હતા સાથે સરબત નિયાજ પણ આપવામાં આવી હતી અને ભારે હર્ષોઉલ્લાસ થી ઊજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ની એકતા જોવા મળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW