HomeGujaratવાંકાનેરમાં પોલીસ પરિવારના સંતાનો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન

વાંકાનેરમાં પોલીસ પરિવારના સંતાનો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન

રાજકોટ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ, એસ.એચ.સારડા સાહેબનાઓની સૂચના મુજબ વાંકાનેર પોલીસ લાઇન ખાતે પોલીસ પરીવારના બાળકોનો સર્વાગી વિકાસ થાય અને બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય તથા અભ્યાસની પ્રવૃતિઓમાં વધારો થાય તે માટે વાંકાનેર પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઈનના બાળકો માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવાની સૂચના આપતા તા.15 ના રોજ વાંકાનેર પોલીસ લાઇન ખાતે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને ધોરણ-1 થી ધોરણ-7 સુધીના આશરે 36 જેટલા બાળકોએ ચીત્રસ્પર્ધામાં લાભ લીધો હતો. વિજેતા છાત્રોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ અને પોલીસ લાઇનના તમામ બાળકો કે જેઓએ ચીત્રસ્પર્ધામાં ભાગ લીધેલ તેઓને ચીત્રસ્પર્ધા પુર્ણ થયેથી પ્રોત્સાહન રૂપે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા શૈક્ષણીક કીટની ભેટ આપવામાં આવેલ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW