HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)ટંકારાના હડમતિયા ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ટંકારાના હડમતીયા ગામે પ્લોટ વિસ્તાર પાસે જાહેર જુગાર રમતા રાહુલભાઈ દલપતભાઈ ચાવડા, લખમણભાઈ અમુભાઈ જાદવ અને નાથાભાઈ હમીરભાઈ ચાવડા ને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 13,200 નો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) હળવદના સમરાથલ હોટલ પાછળ દારૂ સાથે શખ્સ પકડાયો

હળવદના સમરાથલ હોટલ પાછળ બાવળની ઝાડીમાં દારૂ સાથે રાજેશભાઈ ગોરધનભાઈ સારણ બિશ્નોઈને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી વિદેશી દારૂ અને ડીલક્ષ કલેકશન વ્હીસ્કી સહીત કુલ રૂ.- 1700 મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

(3)મોરબીના રંગપર ગામે માટીના કૂવામાં પડી જતા ચાર વર્ષની બાળકીનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિક કારખાનામાં માટી ખાતામાં રમી રહેલી મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની બાળકી મીનાક્ષી કાળુભાઇ બામનીયા માટીના કૂવામાં પડી જતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ બનાવ અંગે ડો. એ બી યાદવે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(4)વાંકાનેરના મચ્છુ -1 ડેમમાં અજાણ્યા પુરુષનું પાણીમાં ડૂબી જતા મોત

વાંકાનેરના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અંદાજે 45થી 50 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW