ટંકારા પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે ગઈકાલે એક ઈચ કરતા વધુ વરસાદ પડ્યા બાદ આજે પણ વધુ એક ઇંચ વરસાદ વરસી જતા નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે આસપાસને ડેમમાં નવા પાણીની આવક વધી છે અને આ આવકને પગલે ટંકારા પંથકના બંગાવડી ડેમ તેની ક્ષમતા સામે ૭૦ ટકા ભરાઈ ગયો છે ડેમની 41.5 મીટરની ઊંડાઈ સામે હાલ 40 મિટર સુધી ભરાઈ ગયો છે તો ડેમમાં 130 MCFT સંગ્રહ ક્ષમતા સામે હાલ 90 MCFT પાણી ભરાઈ ગયો છે આ ઉપરાંત ડેમમાં હજુ 980 કયુસેક આવક ચાલુ છે જેના કારણે આગામી કલાકોમાં ડેમનું જળ સ્તર વધે તેવી શક્યતા ને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નીચાણ વાળા બંગાવડી ગામ તેમજ જામનગર જિલ્લાના ટીંબડી અને રશનાળને એલર્ટ કરવામાં આવ્યા છે