હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરથી મોડીરાત દરમિયાન વરસાદી વાતાવરણ જામ્યું હતું વીજળીના કડાકા ભડાકા સાથે અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો.જેમાં બધા અલગ અલગ ગામોમાં વીજળી પડતા પશુઓનાં મોત નિપજ્યાં હોવાની જાણકારી મળી છે જેમાં ચુપણી ગામે રણછોડભાઈ જગમતભાઈ ભરવાડ નામના પશુપાલકની ભેંસ ઉપર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હોવાની અને ખેતરડીમા કોળી રણછોડભાઈ ખીમાભાઈની ગાયનું મોત નિપજ્યું હોવાની જાણકારી ગ્રામ પંચાયત ખાતેથી મળી હતી