HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના તીથવા નજીક નોટનંબરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

વાંકાનેરના તીથવા ગામના બોર્ડ પાસે નોટ નંબરનો જુગાર રમતા કરણભાઈ સનમુગમભાઈ નાયકર અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા ને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સ પાસેથી કુલ રોકડા રૂ.-650 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જે પોલીસે કબ્જે કરી તે બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)હળવદના ઘણાંદ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો મળ્યો

હળવદના ઘણાંદ ગામે પોલીસ દ્વારા રેડ મારતા અજયભાઈ ઉર્ફે અજો અવચરભાઈ જંજવાડીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલરૂ.-300 જથ્થો મળેલ હતો,જે પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે હળવદ પોલીસે ગુનાની નોધ કરી છે.

(3)મોરબીના માળીયા વનાળીયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના માળીયા વનાળીયા ગામે રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકીએ નઝરબાગ વાળાએ પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેમના પુત્ર નિલેશભાઈ મોહનભાઈ તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ડો. એન.એન.રૂપાલા એ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગેની નોધ કરી તપાસ શરુ કરી છે.

(4)ટંકારાના અમરાપરમાં બાળકને ઝેરી જનાવર કરડી જતા મોત

ટંકારાના અમરાપર રોડ પર નદીના સામાકાંઠે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા નામના યુવાનના પુત્ર આશિક ઉ.-07ને ગત તા.29ના રોજ વહેલી સવારમાં ઝેરી જનાવર કરડી જતા પ્રથમ સારવાર માટે મોરબી સરાકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ડો.અતુલએ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW