HomeGujaratહળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરાયું

હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરાયું

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી ચાલુ હોવાથી તા.-23/09/2024 સુધી વાહન વ્યવહાર બંધ કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.  

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડનો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે નાળાથી 600 મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગ વાળા નાળાથી 600 મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાનો રસ્તો ઉપયોગ કરવા જણાવાયું છે.

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તા.-23/09/2024 સુધી અમલી રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW