(1)મોરબીના સાપર ગામે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો સોનુ મહેન્દ્રભાઇ વાણીયાને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ કિંમત રૂ.-460 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કરી તે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)મોરબીના બેલા ગામની સીમમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના બેલા ગામની સીમમાં પીપળી રોડ મોમાઇ ડિસ્પ્લે સિસમ ગ્રાનીટોની પાસે દારૂ સાથે મહેશ કોલ્ડ્રીકશન વાળી શેરી વિશીપરામાં રહેતો હુસૈનશા મહમંદશા શાહમદાર ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-300 નો મુદામાલ મળ્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.
(3)મોરબીના બેલા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે શખ્સ પકડાયો
મોરબીના બેલાથી ખોખરા હનુમાન જવાના રસ્તે વેલોજા કારખાના પાછળ દેશી દારૂના મુદામાલ સાથે પ્રકાશભાઈ રામુભાઈ મંદુરીયાને પોલીસે પકડી, તેની પાસેથી મળેલ દેશી દારૂ કુલ રૂ.-14,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસ દ્વારા આરોપીને પૂછપરછ કરતા આ દારૂ નો મુદામાલ તેને રાહુલ દેવીપુજક નામના શખ્સ પાસેથી મેળવેલ હતો એવું જાણવા મળ્યું હતું.આ બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
(4)વાંકાનેરના દુર જામસર ગામ પાસે અજાણ્યા યુવાનની લાશ મળી
વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસે ખેતરમાંથી કોઈ અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનની લાશ મળી હતી.તે ખેતરમાંથી પસાર થતા પથુભાઈએ આ લાશ જોતા તેને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
(5)માળીયા-કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર બાઈક સ્લીપ પાછળ આવેલ ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત
માળીયા-કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલની પાસેથી સુરેશભાઇ વાલજીભાઇ પડાયા તથા તેમનો મીત્ર સંજયભાઇ બંન્ને G.J.-36- A.G.-1138 નંબરનું બાઈક લઇને જતા ત્યારે સંજયભાઇએ બાઈક પરથી કાબુ ગુમાવતા સ્લીપ ખાઇ જઈ પડી જતા પાછળથી આવતા G.J.- 12- A.Z.-5956 નંબરના ટ્રક ચાલક પુરઝડપે, બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી બાઈક ચાલક સંજયભાઇના શરીરે ટ્રકનુ ટાયર ફેરવી દેતા સંજયભાઇને ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ બનાવ સુરેશભાઈ એ તે ટ્રક ચાલક સામે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે.

