HomeGujaratઅમદાવાદના ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદના ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી ડ્રગ નો જથ્થો મળવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અમદાવાદમાંથી પણ આજે લિક્વિડ અને હાઇબ્રીડ ફોર્મમાં ગાંજો મળવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલા ફોરેન પોસ્ટ ઓફિસ માંથી ₹350 કરોડની કિંમતનું લિક્વિડ અને હાઇબ્રીડ ગાંજા ના અલગ અલગ પાર્સલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અમેરિકાથી આવેલા પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યું હતું આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલા પણ અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાના અવારનવાર જથ્થો પકડાઈ રહ્યો છે થોડા મહિનાઓ પહેલા પણ એક પાર્સલમાંથી 1.15 કરોડની કિંમતના હાઇબ્રીડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા સાડા ત્રણ કરોડની કિંમતનું જે ડ્રગ્સ મળી આવ્યું તેના પેકેટ કેનેડા, અમેરિકા અને થાઈલેન્ડ થી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચાડવામાં આવ્યા હતા અને આ પાર્સલ બાળકોના રમકડા ટેડીબેર લંચબોક્સ અને લેડીસ ના ડ્રેસ ની આડમાં પણ છુપાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે હાલ આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સ કોણે મોકલ્યું છે અને કોને પહોંચાડવાનું હતું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW