HomeGujaratમોરબીમાં રમતી વખતે બાળકો વચ્ચે ઝઘડો થતા,તેના વાલીઓ બાખડીયા

મોરબીમાં રમતી વખતે બાળકો વચ્ચે ઝઘડો થતા,તેના વાલીઓ બાખડીયા

મોરબીના શીવમ સોસાયટી વાવડી રોડ સ્વાતીપાર્કની પાસે મયુરસિંહ જોરૂભા જાડેજા નો દીકરો અને રવીભાઈ મોહનભાઈ ગોહેલ નો દીકરો સાથે રમી રહ્યા હતા.તે દરમિયાન અચાનક તે બંને વચ્ચે ઝઘડો થતા રવીભાઈ મોહનભાઈ ગોહેલ એ આવેશમાં આવી જઈ મયુરસિંહને બાજુમાં પડેલ પથ્થર લઈ છુટ્ટો માથામાં તાળવાની જમણી સાઈડે મારી સામાન્ય મુંઢ ઈજા કરી તથા ગાળા ગાળી કરી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી પહોચાડી હતી.રવીભાઈ મોહનભાઈ ગોહેલ અને તેના પત્ની એ બંને ઉપરાણુ લઈ મયુરસિંહ સાથે બોલાચાલી કરી ઢીંકા પાટુનો માર મારી ઈજા પહોચાડી હતી.આ બનાવ અંગે મયુરસિંહ જોરૂભા જાડેજા એ રવીભાઈ મોહનભાઈ ગોહેલ અને તેના પત્ની આ બંને વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW