મોરબીના બારૈયા પાન વાળી શેરી જીલ્લા સેવા સદન પાછળ દારૂ સાથે ઓમદેવસિંહ અશ્વીનસિંહ જાડેજા, બળવંતભાઇ નાગરભાઇ સાકળીયા આ બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.તેની પાસે મળેલ વિદેશી દારૂની વ્હીસ્કી નંગ-02 કુલ રૂ.-1700 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને આ બને શખ્સોને દારૂની સપ્લાય કરનાર અંકિતભાઈ રાઠોડ નામના શખ્સની ઘટના સ્થળે હાજરી મળી ન હતી,જેથી તે શખ્સ ને ફરાર જાહેર કરી ત્રણ આરોપીઓ સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.