મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયાએ ભાગમાં રાખેલ ખેતરમાં માટીનો ઢગલો કરેલ હોઇ જે માટીનો ઢગલો કેમ કરેલ છે તેમ કહી તે બાબતનો ખાર રાખી આરોપી દીનેશભાઈ તથા નટુભાઈએ રાકેશભાઈ તથા સાથી રવજીભાઇ જીવાભાઇ ચોટલીયા ને લાકડી વડે મારમારી રવજીભાઇના હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરી ગાળો આપી તેમજ આરોપી મુળીબેનએ હંસાબેનને ઢીકાપાટુ મારી ગાળો આપી હતી.આ બનાવ અંગે રાકેશભાઈએ આરોપીઓ દીનેશભાઈ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા, મુળીબેન મનજીભાઈ વાઘેલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
સામા પક્ષે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા મુળીબેન મનજીભાઈ વાઘેલાએ ફરિયાદ નોધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા.૦૬-૦૬-૨૦૨૪ ના રોજ તેઓએ આરોપી રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયાને અમારા ખેતરમાં જવાનો રસ્તો કેમ બંધ કરેલ છે તેમ કહેતા રાકેશભાઈએ આ બાબતનો ખાર રાખી મુળીબેન સાથે બોલાચાલી કરી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડી ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનનાર મુળીબેનએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

