(1)હળવદના જુના કડિયાણા પાસે ગરમીના લીધે ચકકર આવી જતા મોત
હળવદના જુના કડીયાણા ગામની સીમમાં પ્રવીણભાઈ મનસુખભાઇ ચાવડાની વાડીએ ખેતમજૂરી કરતા કરણભાઈ જયંતીભાઈ વણકર ગઈકાલે વાડીએથી કરીયાણું લેવા જતા હતા ત્યારે આકરા તાપમાં ગરમી લાગી જવાથી અચાનક ચક્કર આવી જતા પડી જતા આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે હળવદ પોલીસે મરણ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(2)મોરબીના દલવાડી સર્કલ પાસે આચકી ઉપડી જતા બાળકનું મોત નીપજ્યું
મોરબીના દલવાડી સર્કલ પાસે છોટુ ઉર્ફે રોહિતભાઇ દિનેશભાઈ ભાભરને પોતાના ઘર પાસે આવેલ ખાલી કે નાલમા રમતારમતા આચકી ઉપડી જતા પડી જતા,તેને સારવાર સારૂ ઓટો રિક્ષામાં બેસાડી મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા.બાળકના પિતા દ્વારા આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી,મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મરણ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(3)મોરબીના રોલજા ગ્રેનાઇટો ફેકટરીમાં પોલીસિંગ મશીનમા યુવક આવી જતા મોત
મોરબીના ગોકુળિયા ચરાડવા ગામે રહેતા જશ્મીન પ્રવીણભાઈ નાયકપરા એ રોલજા ગ્રેનાઈટો એલ એલ પી કંપનીમાં કામ કરી તેનું ગુજરાન ચલાવતા હતા.મોરબીમાં ગઈકાલે તળાવીયા શનાળા રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં જશ્મીનભાઈ એ અચાનક પોલીસિંગ મશીનમાં આવી જતા યુવાનને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ડો. જી.એલ. કાલરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

