(1)મોરબીના રણછોડનગરમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
મોરબીના રણછોડનગર સાંઇબાબા મંદિર પાસે વર્લી ફીચરનો જુગાર રમતા જીવરાજભાઇ શંકરભાઇ ધામેચા ને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી મોબાઇલ ફોન સહીત કુલ રૂ.7360 ના મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આરોપીની પૂછપરછ કરતા હળવદના રણમલપુર ગામના વિનુભાઇ ચાવડા નું નામ ખુલ્યું હતું, જેના આધારે તે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)વાંકાનેરના મીલપ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
વાંકાનેરના મિલપ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતા નરેશભાઇ પ્રેમજીભાઇ બાવળીયા અને અબ્બાસભાઇ દાઉદભાઇ બાયદાણી ને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સો પાસેથી કુલ રૂ.-3000 નો મુદામાલ મળ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો અને તે બંને શખ્સો સામે વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી છે.
(3)હળવદના મંગળપુર ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂ સાથે શખ્સ ઝડપાયો
હળવદના મંગળપુર ગામે કરણભાઇ મુકેશભાઇ વરસીંગભાઇ ઉપહારીયાના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો.તે શખ્સના મકાનમાંથી દેશી દારૂ નો કુલ રૂ.-300 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4)મોરબીના રંગપર ગામની સિમમા દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબી તાલુકાના જેતપર-પિપળી રોડ ઉપર રંગપર ગામની સિમમા સિયારામ કારખાના પાસે દારૂ સાથે આરીફભાઇ ઇકબાલભાઇ સંધી ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-200 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5)મોરબીના ધુંટુ ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના ઘુંટુ ગામની સીમમાં રહેતા રોહિતભાઈ દયાળજીભાઈ પરમારે પોતાના ઘરે ગઈકાલે ગળેફાંસો ખાઈ લીધો હતો.તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોધ કરી હતી અને યુવકના આપઘાત નું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(6)હળવદના સાપકડા ગામે બાળકને ઝેરી જનાવર કરડતા મોત
હળવદના સાપકડા ગામે મજૂરી કરતા મધ્યપ્રદેશના ખેત શ્રમિક પરિવારના સુમિત ચેતનભાઈ કાંડરા નામના બાળકને રમતા રમતા ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. જી.આઈ. પટેલે આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

