વિનોદ ચાવડાની જીતમાં મોરબી માળિયા બન્યું નિર્ણાયક સૌથી વધુ 66,777 મતની લીડ આપી
મોરબી જિલ્લાને લાગુ પડતી મોરબી કચ્છ અને સૌરાષ્ટ્ર માટે હાઈ પ્રોફાઈલ બનેલી ખાસ રાજકોટની બેઠક પર પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેમાં રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા અને કચ્છ બેઠક પર વિનોદ ચાવડા એમ એ બન્ને ભાજપના મહારથીઓએ ભવ્ય જીત મેળવી હતી. વિનોદ ચાવડાને કુલ 2 68 782ની લીડ મળી હતી તો રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા 4 84 260 મતથી વિજય મળ્યો હતો. આં બન્ને લોકસભા બેઠકમાં મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા બેઠકના 5,21,630 મતદારોનો મહત્વ પૂર્ણ રોલ જોવા મળ્યો હતો મોરબી માળિયા વિધાનસભામાંથી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાને 66 777 મતની લીડ મળી હતી તો ટંકારા બેઠકમાંથી
લાંબા સમયથી જે ની રાહ જોવાઈ રહી હતી તે લોકસભા ચૂંટણીનો અંતિમ પડાવ આજે પૂર્ણ થયો આજે રાજ્ય ની 26 બેઠકમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી રાજકોટ અને કચ્છ બેઠકમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકની મતગણતરી રાજકોટ અને ભુજ ખાતે યોજવામાં આવી હતી. કચ્છ લોકસભા સીટની વાત કરીએ તો અહી ભાજપના ઉમેદવાર વિજેતા સતત ત્રીજી વાર વિજેતા જાહેર થયા છે આ બેઠકમાં વિનોદ ચાવડાને કુલ 6 ,59 ,574 મત મળ્યા હતા જયારે કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલન 3,90,792મત મળ્યા હતા જયારે કુલ લીડ 268 782 મતની લીડ મળી છે આ લીડમાં સૌથી મોટો ફાળો મોરબી માળિયા વિધાન સભા બેઠકનો રહ્માંયો છે આ બેઠકમાં 1 69 411 મતદારોએ મતદાન કર્યું હતું ને તેનો પ્રભાવ જોવા મળ્યો છે. કચ્છ લોક સભા બેઠકમાં સમાવેશ થતી 7 વિધાનસભામાં સૌથી વધુ લીડ મોરબી માળિયા વિધાન સભા માંથી મળી છે મોરબી માળિયા બેઠકમાંથી કુલ 115 274 મત વિનોદ ચાવડાને મળ્યા હતા તો કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલનને ફાળે માત્ર 48 497 મત જ મળતા મોરબી માંથી સૌથી વધુ 66,777 મતની લીડ મળી છે કચ્છ લોકસભા બેઠકની અન્ય બેઠકની લીડ જોઈએ તો માંડવી માંથી 22 456 મત, ભુજ બેઠક માંથી 48 733 મત, 59 980 મતની ગાંધીધામ માંથી 41, 484, રાપર માંથી 26 393 જયારે અબડાસામાંથી સૌથી ઓછી 1771 મતની લીડ મળી હતી
આમ વર્ષોથી ભાજપનો ગઢ રહેલી મોરબી માળિયા વિધાન સભા બેઠકમાં ક્ષત્રિય આંદોલન અસર ન જોવા મળી કે ન અન્ય કોઈ પરિબળો કામ આવ્યું જેની અસર એ રહી કે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા માટે જીતનો રસ્તો સાફ થઇ ગયો હતો બન્ને ચૂંટણી દરમિયાન મોરબી માળિયા બેઠકની મતદાન સ્થિતિ :-
| વર્ષ | ભાજપ | કોંગ્રેસ | લીડ |
| 2019 | 10 4747 | 56 723 | 48024 |
| 2024 | 115 274 | 48 497 | 66 777 |
નવોદિત ચહેરા નીતેશ લાલનને લોકોએ નકાર્યા પાટીદારનો ગઢ ગણાતા મોરબી માળિયા વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે આ વખતે કોંગ્રેસે નવોદિત ચહેરો નીતેશ લાલનને ઉતારી થોડા ઘણા મત મળવાની આશા પર પાણી ફર્યું, મોરબી માળિયા બેઠકના મતદારો માટે નવા ચહેરા પર ભરોસો મુકવાના બદલે જાણીતા ચહેરા અને વર્તમાન સાંસદ પર ભરોસો મુક્યો હતો અને લાભ્ગ 1.15 લાખ મતદારોએ મતદાન કર્યું હતું
બન્ને બેઠકમાં નાલેશી ભરી હાર થતા કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો છવાયો, મોરબી જિલ્લા ની ત્રણેય બેઠક અલગ અલગ લોકસભાનો ભાગ હોય ને તેની ગણતરી રાજકોટ અને કચ્છ માં હોવાના કારણે મોરબી જિલ્લાના ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના મોટાભાગના કાર્યકરો અને હોદ્દેદારો મત ગણતરી સ્થળ પર હોવાથી અહી બન્ને પક્ષના કાર્યાલયમાં સવારથી જ સન્નાટો જોવા મળ્યો હતો જોકે પરિણામ જાહેર થયા બાદ જે રીતે કોંગ્રેસનો રકાસ થયો તેના કારણે કોંગ્રેસ કાર્યાલય બહાર સન્નાટો પ્રસરી ગયો હતો

