HomeGujaratકેલ્શિયમની ખામીને કારણે શરીરના 150 હાડકામાં ક્રેક છતાં મનોબળ મજબૂત , મોટા...

કેલ્શિયમની ખામીને કારણે શરીરના 150 હાડકામાં ક્રેક છતાં મનોબળ મજબૂત , મોટા થઈ તલાટી બનવા મક્કમ

માતાપિતા ન હોવાથી આ અનાથ દિવ્યાંગને ખાનગી સ્કૂલે એજ્યુકેશન માટે દત્તક લીધો, આપણે ત્યાં કહેવત છે કે, હિમતે મર્દા તો મદદે ખુદાની જેમ તમે સાચા દિલથી મદદનો પોકાર કરો તો તમને મદદ કરવા હજારો હાથ ઉઠે, એના માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં લડી લેવા માટેની ઘડશ હોવી જરૂરી છે. આવા જ એક સંવેદનશીલ  કિસ્સામાં મોરબીના દિવ્યાંગ બાળકની કુદરતે કસોટી કરવામાં કઈ બાકી રાખ્યું ન હતું. જેમાં નાનપણથી જ આ બાળક આસાધ્ય બીમારીનો શિકાર બનતા જન્મથી લઈ આજે 15-16 વર્ષની ઉંમર સુધીમાં તેના શરીરમાંથી 150 જેટલા હાડકાઓ ભાગી ગયા હોય છતાં પણ ધો. 10ની પરીક્ષા સારા ગુણે  ઉત્તીર્ણ થતા તેની ભણવા પ્રત્યેની લગન જોઈને ખાનગી સ્કૂલે સેવાકીય પ્રવૃત્તિ માટે બનાવેલા ટ્રસ્ટએ એજ્યુકેશન એટલે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવવા માટે દત્તક લઈ તેના ભોજન, શિક્ષણ સહિતની તમામ જવાબદારી સ્વીકારી છે.

મોરબીમાં રહેતો ભાવિન કંઝારિયા નામનો સગીર એબનોર્મલ છે. જન્મજાત તેને કોઈ બીમારી ન હતી. બધા બાળકોને જેમ તે પણ નોર્મલ હતો. પણ નાનપણમાં એક એવી અસાધ્ય રોગની પીડા આવી કે, આ સગીર માટે બે કદમ ચાલી પણ ન શકે અને પથારીમાં કે કોઈની મદદથી પણ માંડ માંડ દિનચર્યા કરી શકે. નાનપણમાં તેને સખત તાવ આવ્યો તો સર્જને નિદાન કરીને કેલ્શિયમની ખામી હોવાનું સામે આવતા આ ખામીથી એક પછી એક એના શરીરમાં હાડકાના ભૂકાબોલી ગયા અને અત્યાર સુધીમાં 8 જેટલા ઓપરેશન આવ્યા છે.મોટાભાગના હાડકા જ ન હોવાથી રબર જેવું શરીર થઈ ગયું છે.જો કે, બાળક ઉપર આપતી ઉપર આપતી આવી છે. એક તો આવી જટિલ બીમારી અને ઉપરથી નાનપણમાં માતા-પિતા ગુજરી ગયા હોવાથી અનાથ થઈ જતા હાલ તેના કાકા ખૂબ જ રીતે સાચવે છે.પણ તેનામાં ભણવાની ઘણી હોશ છે. નાનપણથી ભણવામાં હોશિયાર હોય ગમે તેવા પડકાર ઝીલી લરવા હવે સક્ષમ હોય ધો. 10 પાસ કરીને આગળ કલાસ વન કે ટુની પરીક્ષા આપી સારા ઓફિસર બનવાની મહેચ્છા છે.

જન્મદિવસની ઉજવણી બંધ કરી એ પૈસાથી સેવા પ્રવૃત્તિઓ કરી

મોરબીની નેસ્ટ કેટ વન ટુ એજ્યુકેશન નામની ખાનગી સ્કૂલના સંચાલક ખોડાજીએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી સ્કૂલ ચાલુ કરી જરૂરીયાત મંદોના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેને બનતા રૂપી તમામ રીતે મદદરૂપ થાય છીએ. ખાસ તો આ સ્કૂલનો શિક્ષણનો વ્યાપારીકરણનો નહિ પણ મૂલ્ય નિષ્ઠ શિક્ષણ બધાને મળવું જોઈએ તેવો ખાસ ઉદેશ્ય છે. એટલે જુદી જુદી સેવા પ્રવૃત્તિ કરવા માટે આ સ્કૂલે એન..બી.સી.સી. એટલે નેસ્ટલ બરડે ચેરીટી કલબ જેવી પાંચ કલબ ખોલી છે. આ સ્કૂલમાં ભણતા બાળકો કે શિક્ષકો, પ્રિન્સિપાલ,  સંચાલકો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરતા હોય આ ઉજવણી બંધ કરી કરી જરૂરિયાત મંદોને મદદરૂપ થઇ શકીએ છીએ, જેમાં ગરીબોને વસ્તુઓ પહોંચાડી તેમજ ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપીએ છીએ, આવી તો અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

દિવ્યાંગ બાળકની હિંમત કાબેલિદાદ છે.

માણસોનું શરીર આખું હાડ, માસ, ચામથી ભરપૂર હોય એકદમ સ્વસ્થ રહે છે. પણ જેના શરીરમાં મુખ્ય આધાર ગણાતા હાડકા જ આપો આપ ભાંગી જાય તો એ ચાલી જ શકતો નથી. એટલું જ નહીં હાડકા ભાગી જવાથી શરીરનો વિકાસ રૂંધાય જાય તો જીવનથી હતાશ થઈ જાય છે. પણ આ દિવ્યાંગના 150 જેટલા હાડકા ભાંગ્યા અને જીવનનું અસ્તિત્વ જ નક્કી ન હોય છતાં તે હિંમત હાર્યો નથી. દિવ્યાંગના ભાવિન ધો. 10 માટે આ નેસ્ટ સ્કૂલમાં આવ્યો અને તેને મુકવા લેવા આવવા માટે તેના કાકા મદદ કરે છે. ભણવાની એટલી હોશ હોય તેણે આવી ગંભીર પરિસ્થિતિમાં ઘરેથી સ્કૂલમાં બસમાં વહીલચેર ઉપર બેસી સ્કૂલે આવે ત્યારે તેની સાથેના વિદ્યાર્થીઓ મદદરૂપ થાય આ રીતે એસ.એસ.સી.નું ભણતર પૂરું કરી સારા ટકાએ પાસ થયો છે. આ બાળકની હિંમત જોઈને જ શાળાના સંચાલકોએ તેને એજ્યુકેશન માટે દત્તક લીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW