(1)મોરબીના મયુરપુલ નીચેથી બાઈક ચોરી
મોરબીના શોભેશ્વર મંદીરની બાજુમા,શાંતીવન સોસાયટીમાં રહેતા રૂસ્તમભાઇ હજરતઅલી અંસારી એ તેનું GJ-03-AD-4324 નંબરનું બાઈક મયુરપુલ નીચેથી કોઈ અજાણ્યો શખ્સ આવીને તે બાઈક ચોરી કરી નાસી ગયો હતો.બાઈક ન મળતા રૂસ્તમભાઇ એ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી બાદમાં તેને મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી
(2)મોરબી તાલુકના બેલા ગામે દારૂ સાથે બે શખ્સ ઝડપાયો
મોરબીના બેલા રંગપર ગામની સીમમાં લેકસ સિરામિક પાસે દારૂ સાથે રવિભાઈ સુરાભાઈ વાઘેલા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-180 નો મુદામાલ મળ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ ઉપરાંત રંગપર ગામની સીમમાં બ્લેકબેરી સિરામિક પાસે દારૂ સાથે અનવરભાઈ હાજીભાઇ માલાણી ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દારૂનો કુલ રૂ.-360 નો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો,તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી
(3)હળવદના ખેતરડી ગામે દારૂ સાથે શખ્સ પકડાયો
હળવદના ખેતરડી ગામે પોલીસે બાતમીના આધારે રેડ મારતા તે સ્થળેથી દારૂ સાથે જયંતીભાઈ ઉર્ફે જાલો બાદલભાઈ દેકાવાડીયા ને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કુલ રૂ.-1000 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી
(4)મોરબીના રંગપરમાં આવેલ નોટો સિરામીકમાં બીમારી ને લીધે યુવાનનું મોત
મોરબીના રંગપર ગામની સીમ નોટો સિરામીક કારખાનામાં અર્જુનભાઇ વિક્રમભાઇ પીંગુઆ કામ કરી તેનું ગુજરાન ચલાવતો હતો.તે નોટો સિરામીક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતો હતો.અચાનક ગઈકાલે તેનું બીમારીને કારણે તેનું મોત થયું હતું.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. આર.કે. સિંઘે મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી.
(5)મોરબી પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
મોરબી પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા સાજીદભાઇ દોસમામદભાઇ જામ અને નીલેશભાઇ જંયતીભાઇ દેલવાણીયા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-980 ની મુદામાલ મળ્યો હતો,જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે બંને શખ્સો સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

