મોરબીના અનડીટેક્ટ લુંટના ગુનામા લુંટ થયેલ સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને ત્રણ ઇસમો લાલપર બાજુથી સર્વિસ રોડ ઉપર લગધીરપુર રોડ તરફ આવતા હતા.મોરબીના લગધીપુર રોડના નાકા પાસે સર્વેલન્સ સ્ટાફ વોચમા હોય તે સમય દરમિયાન શંકાસ્પદ બાઈક પર ત્રણ સવારીએ આવતા,પોલીસે દ્વારા પૂછપરછ કરી તે બાઈકના એન્જીન ચેસીસ નંબર પોકેટ કોપ નામની એપ્લીકેશનમાં ચેક કરતા આ બાઈક મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે લુંટમાં ગયેલ હોવાનું પોલીસને જાણતા આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ આ લુંટ પોતે ત્રણેય સાથે મળીને કરેલ હોવાનું કબુલ કર્યું હતું.અજયભાઈ દેવભાઈ શિહોરા,રવિભાઈ ઉર્ફે રૈયો ભુદરભાઈ પનારા અને હરેશભાઈ ઉર્ફે હની જીલાભાઈ સારલા નામના આરોપીઓને લીફ્ટમાંગી લુંટના ગુનામાં પકડી પાડ્યા અને આરોપીઓને લુંટમાં મળેલ બાઈક પોલીસે કબ્જે કર્યું હતું.તે ત્રણ શખ્સોને ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

