Sunday, July 7, 2024
HomeGujaratનગરપાલિકાના 5 રોજમદાર સફાઈ કામદારોની તબિયત બગડી - 1 મોરબી રીફર

નગરપાલિકાના 5 રોજમદાર સફાઈ કામદારોની તબિયત બગડી – 1 મોરબી રીફર

7 દિવસથી હળવદ નગરપાલિકાના 86 સફાઈ કર્મીઓના પ્રતીક ધરણાં

હળવદ નગરપાલિકાના 86 જેટલાં રોજમદાર સફાઈ કામદારો 23/5થી અનિશ્ચિત મુદ્દતથી નગરપાલિકા કચેરી બહાર પ્રતીક ધરણાં પર બેસીને છૂટા કરેલા ત્રણેય કર્મીઓને પરત લેવાની માગણી સાથે બેઠાં છે જેમાં આજે 5ની તબિયત લથડતા શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક પુરુષને મોરબી રિફર કરાયો હતો.જોકે પ્રતીક ધરણાં હજુ પણ યથાવત રહેશે અને જરૂર પડ્યે કચેરી સામે આત્મવિલોપન કરવાની ચિમકી પણ સફાઈ કામદારોએ ઉચ્ચારી હતી. હળવદ નગરપાલિકા કચેરીમાં વોર્ડ પ્યૂન અને બે ડ્રાઈવરોને થોડા દિવસ પહેલા છૂટા કરી દેવામાં આવ્યા હતા જેમાં તા 23/5થી નગરપાલિકાના 86 જેટલાં રોજમદાર સફાઈ કર્મીઓ છૂટા કરેલાં ત્રણેય કર્મીઓને પરત લેવાની માંગણી સાથે અચોક્કસ મુદ્દતથી પ્રતીક ઘરણા પર બેસી ગયા છે જેમાં આજે પાંચની તબિયત બગડી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રતીક ધરણાં પર બેઠેલા 86 પૈકી 5ની તબિયત બગડી હતી જેમાં સંજયભાઈને કીડની તકલીફ હોવાથી વધુ સારવાર માટે મોરબી અને હંસાબેન,પ્રભાબેન,ગજરાબેન અને મિનાબેનને ગરમી લાગી જતા બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.નગરપાલિકાના 5 રોજમદાર સફાઈ કામદારોની તબિયત લથડતા હળવદ મામલતદાર એમ.જે.પરમાર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા દાખલ કરાયેલા સફાઈ કર્મીઓની તબિયત વિશે જાણકારી મેળવી હતી તો સાથે તેમના પ્રશ્નો અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવાની હૈયાધારણ આપી હતી.

નગરપાલિકાના ચિફ ઓફીસર તુષાર જાલોરીયાએ જણાવ્યું હતું કે 86 જેટલાં સફાઈ કામદારો પ્રતીક ધરણાં પર બેઠાં છે જેમાંથી ત્રણની તબિયત બગડી હોવાની જાણકારી મળી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW