મોરબી શહેરમાં રહેતા મૂળ અણીયારી ગામના વતની ભુપતભાઈ બાવરવા અને સિરામિક ઉદ્યોગકાર મણિભાઈ બાવરવાના દાદી અમૃતબેન વિઠ્ઠલભાઈ બાવરવાનું આજે ૧૦૦ વર્ષની વયે અવસાન થયું હતું. અમૃતબેને પરિવારની ત્રણ પેઢી નિહાળી અને તેની સાથે હસતા રમતા જીદંગી પૂર્ણ કરી આજરોજ તેઓએ વિદાય લીધીહતી શતાયુ જીવન જીવનાર દાદીમાની વિદાય પણ કોઈ પણ દુઃખ પીડા નહી પણ યાદગાર વિદાય આપવાના આશયથી પરિવારે આજે તેમની અંતિમ યાત્રા રામધુન બોલાવી વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી અંતિમ વિદાય આપી હતી અને પરિવારે સમાજને નવી રાહ ચીંધવા પ્રયાસ કર્યો હતો

