મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જાંબુડિયા ગામની સીમ પાસે રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસે એક શખ્સ કાળા કલરનું નંબર પ્લેટ વગરનું બાઈક લઇ નીકળતા પોલીસ દ્વારા તેની પાસે વાહનના આર.ટી.ઓ. ને લગતા કાગળો તથા આર.સી.બુક. અંગે પૂછતા તેની પાસે આ કાગળો ન હતા.ત્યાં ફરજ પરના પોલીસ દ્વારા તે બાઈકના એન્જિન અને ચેસીસ નંબર પરથી તપાસ કરતા બાઈક ના માલિક યુસુફભાઈ ઈસ્માઈલભાઈ લોખંડવાલા છે તેવું જાણવા મળ્યુ હતું,તેને તેનું બાઈક ચોરી થવા અંગે ગત વર્ષ-2022 માં મોરબી સીટી એ-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સાથે સંપર્ક કરી રેકર્ડ ની ખરાઈ કરી ચોરાઉ બાઈક સાથે તે ઝાલાભાઇ રામજીભાઈ ઇન્દરીયા નામના આરોપીને પોલીસે પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી

