રાજકોટ DGGI ના રીજીયોનલ યુનિટ દ્વારા થોડા સમય પહેલા 1000 કરોડનું બોગસ ઈ વે બિલ કોભાંડ ઝડપી પાડ્યું હતું ,મોરબીના જીએસટી ચોરોને પકડવા માટે ડીજીજીઆઈ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરી હતી, ગઈકાલે બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓનો કાફલો મોરબીમાં છ સીરામીક ફેક્ટરીમાં દરોડા પાડવા પહોંચ્યો હતો, મોરબીના સીરામીક દ્વારા બોગસ ઈ વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાનું જીએસટી ચોરીનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું, આ કૌભાંડમાં જે તે સમયે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી, હજુ એક શખ્સ નાસ્તો ફરતો હોવાની વાત પણ સામે આવી, DGGI દ્વારા ગુપ્ત રીતે ડેટા ભેગા કરી સમગ્ર કૌભાંડ ના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે , મોરબીના છ જેટલા સીરામીક વિટ્રીફાઈડ ટાઇલ્સ માં દરોડા પડતા ફફડાટ, તમામ યુનિટોમાં ડોક્યુમેન્ટની ચકાસણી ટ્રાન્સપોર્ટની બિલ્ટી ખરીદ વેચાણના વ્યવહારો નાણાકીય વ્યવહારો આંગડિયા થી કરવામાં આવેલા વ્યવહારો અને બોગસ ઇવે બિલના આધારે કેટલું વેચાણ કરવામાં આવ્યું છે તેની તપાસ હાથ ધરી હતી, લેમોરેક્ષ ગ્રેનીટો, લુફટોન ટાઇલ્સ, લોવેલ સીરામીક, લીયોના સીરામીક, ક્વીટા સીરામીક અને મોન્ઝો સિરામિક પર દરોડા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી , જોકે આ તમામ ફેક્ટરીઓમાંથી મોટી માત્રામાં ડોક્યુમેન્ટ હાથે લાગ્યા , હાલ સમગ્ર બાબતે ડોક્યુમેન્ટ ની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી

