Sunday, July 7, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)માળિયાના કચ્છ નેશનલ હાઇવે પર ટ્રકે બોલેરો ને હડફેટે લેતા એકનું મોત

માળીયાના કચ્છ નેશનલ હાઇવે પર AP-39-TX-7559 નંબર ના ટ્રક ચાલક તેનું ટ્રક પુરઝડપે અને બેદરકારીપૂર્વક રીતે હંકારતો હતો.તે સમયે દેવ સોલ્ટથી થોડા આગળ માળીયા થી કચ્છ જતા રોડ ની સાઇડમાં રાખેલ હરેશભાઈની રિક્ષા સાથે ભટકાડી નુકસાન પહોચાડી થતા બોલેરો ને ટક્કર મારતા મહેશભાઇ કારાભાઇ મુધવાનો જમણો પગ કપાઇ જતા તેમજ શરીરે નાની મોટી ગંભીર પહોચતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે રિક્ષા ચાલક હરેશભાઈ એ માળિયા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક સામે ફરિયાદ નોધાવી.

(2)મોરબીના ઝવેરી શેરી પાસે વર્લી ફિચરનો જુગાર રમતો શખ્સ પકડાયો

મોરબીના ઝવેરી શેરી પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતો દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયાને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત જુગાર રમતા ઝડપાયો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-210 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે તે શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

(3)મોરબીના ઘૂટું ગામની સીમમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ઘુટુ ગામની સીમ અંબાણી પેપરમીલની પાછળ દારૂ સાથે જગદીશ ગુગાભાઈ ઠાકોર ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-240 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે આરોપી સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

(4)હળવદના રણમપુર ગામે દુકાનમાંથી દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

હળવદના રણમલપુર ગામે હળવદ પોલીસ દ્વારા રેડ મારતા આરોપીની દુકાન માંથી દેશી દારૂનો જથ્થો મળ્યો હતો.તે શખ્સો ની દુકાનમાંથી દેશી દારૂ કુલ રૂ.-480 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે રેડ દરમ્યાન કમલેશભાઇ છગનભાઇ રાઠોડ પકડાયો હતો અને લાખાભાઇ ની અટક બાકી,આ બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસે ગુનાની નોધ કરી

(5)ટંકારાના જીજુ નદીમાં યુવક ડૂબી જતા મોત નીપજ્યું

ટંકારાના અમરાપર રોડ જીજુ નદીમાં કોઈ કારણસર ડૂબી ગયો હતો.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો.તેના કાકા ડાયાભાઇ એ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.ડો. પ્રીયાંસી કાનાણી એ આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

(6)મોરબીના કુબેર નગરમાં બીમારીથી કંટાળી જઈ વ્યક્તિ એ ગળેફાંસો ખાધો

મોરબીના નવલખીરોડ કુબેરનગરમાં રહેતા મનિષભાઇ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઇ મહેતા ને છેલ્લા ત્રણ વર્ષથી હરસ મસાની બીમારી,લીવરની બીમારી તથા પીતાશયની બીમારી તેમજ કીડનીમા પાણી ભરાવવાની બીમારીથી કંટાળી ગયેલ હતા.જેથી કોઇ પણ સમયે પોતાના ઘરે પોતાની જાતેથી પંખામા દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનવા અંગે ભારતીબેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ને જાણ કરી હતી.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW