મોરબી તાલુકના ખાનપર ગામના નિવાસી રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા એ સરકારી શિક્ષક હતા.જેઓ દ્વારકા જીલ્લાના સલાયા ખાતે ફરજ બજાવતા હતા.રાહુલ ડાવેરા નામના 29 વર્ષીય યુવાન 2 દિવસ થયા પોતાના ઘરે ખાનપર ગામે આવ્યા હતા. ત્યારે તેને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે મોરબી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.તેનું હાર્ડ એટેક ને લીધે મરણ થયા હોવાનું ડોકટરે જણાવ્યું હતું.

