Friday, November 14, 2025
HomeGujaratમોરબીના લાયન્સનગર ભર ઉનાળે પાણીની કટોકટીથી કંટાળી રહીશોએ ઢોલ વગાડી તંત્રને પાણી...

મોરબીના લાયન્સનગર ભર ઉનાળે પાણીની કટોકટીથી કંટાળી રહીશોએ ઢોલ વગાડી તંત્રને પાણી બતાવ્યું

છેવાડાના વિસ્તારમાં એક મહિનાથી પાણીનું એક ટીપુંય ન આવતા રહીશો કાળઝાળ

દરરોજ ઉઠીને મહિલાઓ પાણીનો કાળો કકળાટ કરતી હોવાથી રહીશોએ ઢોલ નગારાથી ઉગ્ર આક્રોશ ઠાલવી નગરપાલિકા તંત્રને જવાબદારીનું ભાન કરાવ્યું

મોરબીના છેવાડાના વિસ્તારમાં ભર ઉનાળે પાણીની ગંભીર કટોકટી સર્જાતા એક મહિનાથી પાણીનું એકેય ટીપુંય ન આવતા રોજે રોજ મહિલાએને પાણી માટેનો કાળો કકળાટ કરતા કંટાળી ગયેલા બધા રહીશો અકળાઈ ઉઠીને આજે સીધા જ નગરપાલિકાએ ઢોલ નગારા સાથે પહોંચી નગરપાલિકા હાય હાય સાથે ઢોલ નગારા વાદન કરીને નગરપાલિકાને ગજાવી દીધી હતી. તંત્રના અણઘડ આયોજનને કારણે લોકોએ છતે પાણીએ વલખા મારવાની નોબત આવી હોવાનો આક્ષેપ કરીને પાણી આપોનો પોકાર કર્યો હતો.

મોરબીના છેવાડાના વિસ્તાર ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં ભર ઉનાળે પાણીની એક એક બુંદ માટે તરસતી મહિલા સહિતના લોકોએ પાણીની સમસ્યાથી ગળે આવી જઈને તેમના વિસ્તારથી ઢોલ નગારા સાથે નગર પાલિકામાં આવીને પાલિકા હાય હાયની નારેબાજી અને ઢોલ નગારા વગાડી નગરપાલિકા તંત્રને પોતાનું પાણી બતાવ્યું હતું. સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને રજુઆત કરતા જણાવ્યું હતું કે, વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે નગરપાલિકાએ દોડી આવી પાલિકા હાય હાયના નારા લગાવી આક્રોશ નો ઉભરો ઠાલવ્યો હતો. કાળઝાળ ગરમીમાં મોરબીના લાયન્સનગરમા છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા પાણી વિતરણ ન સ્થાનિક મહિલાઓને એક બેડા પાણી માટે ભારે રઝળપાટ કરવો પડે છે. એક તો કાળઝાળ ગરમી હોય એમાં પાણી ન મળે અને પાણીના એક એક બુંદ માટે  તરસવુ કેટલું ભયાનક હોય તેની ગંભીર સ્થિતિ વર્ણવી હતી. પાણી ન મળતા ઘરકામમાં ખૂબ મુશ્કેલી ઉભી થતી હોવા છતાં પાણી પ્રશ્ન દૂર કરવા તંત્ર શાનમાં ન સમજતા આજે આ રીતે તંત્રને પોતાનું પાણી બતાવવાનો પરચો દેખાડ્યો છે. પાણી પ્રશ્ને આકરા તાપમાં રજુઆત માટે આવેલા લાયન્સ નગર ની  મહિલા સહિતના રહીશોએ નગરપાલિકા સામે તીવ્ર રોષ વ્યકત કરી તાકીદે પાણી આપવા માંગ કરી તંત્ર હાય હાયના નારા લગાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page