HomeGujaratમોરબીમાં બૈરાને લાજ કાઢવા અંગે ત્રણ શખ્સોએ યુવકને માર માર્યો

મોરબીમાં બૈરાને લાજ કાઢવા અંગે ત્રણ શખ્સોએ યુવકને માર માર્યો

મોરબીમાં વિશીપરમાં રહેતા સાગરભાઈ નાનજીભાઈ પરમારને ત્રણ શખ્સો એ માર માર્યો હતો.સાગરભાઈ નાનજીભાઈ પરમાર તથા સાહેદ ઘરે હોય ત્યારે મયુરભાઈ ધનજીભાઇ પરમાર થી ધનજીભાઈ ગોવિંદભાઇ પરમારના ઘરે આવી સાગરભાઈ તથા સાહેદ ને કહેલ કે,તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનુ કહો છો તેમ કહેતા સાગરભાઈ તથા સાહેદ ને ગાળો દઈ બોલાચાલી કરી શામજીભાઈ મુળજીભાઇ પરમાર તથા ધનજીભાઈ ગોવિંદભાઇ પરમારે સાગરભાઈ તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી મયુરભાઈ ધનજીભાઇ પરમારે લાકડાના ધોકા વડે સાગરભાઈને માથામા તથા ડાબા હાથે તથા સાહેદને માથામા ઈજા પહોંચાડી હતી.આ બનાવ અંગે સાગરભાઈએ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.આજે પોલીસ આ ત્રણ શખ્સોને વીશીપરા,અમરેલી રોડ,ભવાનીનગર સ્થળે થી પોલીસે અટકાયત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW