HomeGujaratક્ષત્રીય સમાજનો ધર્મ રથ શનિવારે મોરબીના માર્ગો પર ફરશે

ક્ષત્રીય સમાજનો ધર્મ રથ શનિવારે મોરબીના માર્ગો પર ફરશે

ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદનને લઇ ચાલી રહેલા વિવાદને લઇ ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે રાજ્યમાં અલગ અલગ સ્થળે ધર્મ રથનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ રથ અલગ અલગ ગામમાં ફરી પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજની બહેનો દીકરી વિષે આપેલા નિવેદનથી ક્ષત્રીય સમાજની અસ્મિતાને ઠેસ પહોચી હોવાનુ જણાવી રહ્યા છે ત્યારે આગામી તા. 4ને શનિવારના રોજ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી મહારેલી જશે. આ મહારેલીમાં મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ, વડીલો અને આગેવાનોને પોતાના વાહન સાથે જોડાવવા આમંત્રણ છે સાથે અન્ય સમાજના ભાઈઓને જોડાવવું હોઈ તો એમને પણ આમંત્રણ છે.મહારાણા પ્રતાપજી સર્કલથી બપોરે 3:30 કલાકે ધર્મરથનું પ્રસ્થાન થશે. આ વેળાએ બધા ભાઈઓ સાફા, પાઘડી અથવા કેપ અને રજવાડી પોશાક સાથે જોડાવવા કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ જયદેવસિહ જાડેજાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW