HomeGujaratમોરબીમાં ઘર બહાર બેઠેલી મહિલાના ગળામાંથી સમડી ગેંગ સોનાનો ચેઈન લઇ ફરાર,

મોરબીમાં ઘર બહાર બેઠેલી મહિલાના ગળામાંથી સમડી ગેંગ સોનાનો ચેઈન લઇ ફરાર,

મોરબી શહેરમાં જાણે દિન પ્રતિદિન વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિના કારણે લોકોને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે પોલીસ જાણે ગુના બની ગયા ઝડપી ડિટેકશન બતાવવા બનાવના દિવસે ફરિયાદ નોધવાના બદલે ૪-૫ દિવસ સુધી રાહ તપાસ કરી ફરિયાદ નોધવામાં આવતી હોય છે અગાઉ વેપારીના રૂ ૧.૬૦ લાખનીર રોકડ પકડાવવાની ઘટના હોય કે વીસી ફાટક પાસે રીક્ષામાં બેઠેલા મજુરની નજર ચૂકવી રૂ ૪૫ હજાર સેરવી જવાની ઘટના ૨૬મી એ બનેલી ઘટનામાં છેક ૨૯ મી ફરિયાદ નોધી હતી ત્યારે ફરી એક મહિલાના ગળામાંથી ચીલઝડપ થવાની ઘટના બની હતી જે બનાવ ગત તા ૨૪ ના રોજ ઘટના બની હતી જેની ફરિયાદ છેક ૩૦મી નોધી હતી

ચીલ ઝડપની બનેલી ઘટના મુજબ મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા મંજુલાબેન કાન્તીભાઈ દેત્રોજા નામના વૃદ્ધ ગત તા ૨૪ ના રોજ તેમના ઘર બહાર બેઠા હતા તે દરમિયાન અજાણ્યો શખ્સ બાઈકમાં આવી પહોચ્યો હતો અને બાદમાં બાઈક દુર પાર્ક કરી મંજુલાબેન પાસે પહોચી અચાનક મહિલાની નજર ચૂકવી રૂ ૧ લાખની કિમતના સોનાની ચેઈનની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મહિલા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જોકે પોલીસે જે તે દિવસે એફ આઈ આર લેવાના બદલે ઝડપી ડિટેકશન દેખાડવા ૨૪ તારીખે બનેલી ઘટનાની એફ આઈ આર ૩૦ મીએ લીધી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW