Thursday, May 16, 2024
HomeGujaratકોણ જવાબદાર !! શા માટે વધી રહી છે સમસ્યાઓ ?

કોણ જવાબદાર !! શા માટે વધી રહી છે સમસ્યાઓ ?

મોરબીમાં રવાપર સહિત ઘણા એવા વિસ્તારો છે જેને વિકસિત માનવામાં આવે છે પરંતુ ભૂકંપ ઝોન 4 માં કોન્ક્રીટના હાઇરાઈઝ ઇમારતો રૂપી જોખમ કોઈની નજર માં હાલ તો આવી નથી રહ્યું અને તેથી જ હવે કોર્પોરેશન માં આવી જવાનું જાણતા હોવા છતાં રવાપર વિસ્તારમાં હજી પણ નવા બાંધકામ શરૂ થઈ રહ્યા છે જે હકીકતમાં તો રાજકારણ , વહીવટીતંત્ર , જાહેર ક્ષેત્રના તમામ લોકો માટે શરમજનક છે

એક તો રવાપર વિસ્તારમાં ઘણા સમયથી વિકાસના નામે થતા આડેધડ બાંધકામો એ સમસ્યાઓ વધારી છે આજે ભલે આ વિસ્તારને પોશ માનવામાં આવતું હોય પરંતુ હકીકત તો એ છે કે અહીં શેરી એ શેરી એ વાહન પાર્કિંગ માટે રોજ માથાકૂટ થાય છે , પીવાના પાણી માટે 3 વાગ્યે સવારે ઉઠવું પડે છે , ટ્રાફિક સમસ્યા ભયંકર બની રહી છે અને આવા બીજા અનેક પ્રશ્નો રોજિંદા છે જે નિયમો વિના થયેલ બાંધકામનું પરિણામ છે આવા અનેક પ્રશ્નો તો હજી શરૂઆત છે અનેક બીજા પ્રશ્નો પણ ઉભા થવાના છે છતાં લોકો ઊંચી કિંમતે આ વિસ્તારમાં ફ્લેટ ખરીદી રહ્યા છે અને તેનો જ લાભ ઉઠાવીને કેટલાક બિલ્ડરો કોર્પોરેશન અમલી બને એ પહેલાં નફો કમાઈ લેવા સક્રિય બન્યા છે ત્યારે આ શરમજનક છે કે આ રોકનાર આજે પણ કોઈ નથી જેમ વર્ષોથી કોઈએ અટકાવવા પ્રયાસ કર્યો જ નહીં અને પરિણામે આવનાર સમય માટે અનેક પ્રશ્નો ઉભા થવાની સ્થિતિ આવી

રાજકારણ તો પોતાના મતની ચિંતામાં કદાચ કાઈ નહીં બોલે , તંત્ર ને તો શું પડી હોય જ્યારે લોકોમાં જ જાગૃતિ ના હોય , અધિકારીઓને પણ થોડું સમજવું જોઈએ લોકોને સમજણ નથી આ વિષયની પણ તમને તો હોવી જ જોઈએ ને કે કમસેકમ હવે ખોટા બાંધકામ ન થાય પણ આ બધી વાતો વચ્ચે બાંધકામ શરૂ થઈ જ રહ્યા છે ને આમ જ કદાચ ચાલશે કારણકે લોકોમાં જાગૃતિ આવતી નથી ને તેથી જ રાજકારણથી લઈને વહીવટીતંત્ર સુધી સૌ પોતાના રોટલા જ શેકવાના છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,957FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW