Wednesday, May 15, 2024
HomeGujaratમતદાન મથકની સ્થિતિ જાણવા જિલ્લા કલેક્ટર ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત...

મતદાન મથકની સ્થિતિ જાણવા જિલ્લા કલેક્ટર ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ ૬૫ – મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને ૬૬ – ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુ મતદાન મથકની મુલાકાત લીધી હતી.

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકો પોતાના મતદાન મથક વિશે અગાઉથી જાણકારી મેળવી શકે તે માટે ‘Know Your Polling Station’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ ૮૮૯ મતદાન મથકો પર ‘Know Your Polling Station’ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૬૫ – મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપરમાં મતદાન મથક નં. ૧૩૭ થી ૧૪૧ અને ૬૬ – ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુમાં મતદાન મથક નં. ૪૧ થી ૪૩ ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ મતદાન બુથ પર તડકાને ધ્યાનમાં રાખી મંડપ ઊભું કરવું, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, પોલિંગ સ્ટાફ અને તેમના માટેની વ્યવસ્થાઓ, ઓ.આર.એસ. અને દવાઓ સહિત આરોગ્યની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બી.એલ.ઓ. સહિત ઉપસ્થિત સ્ટાફને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ ચૂંટણી શાખાનો અન્ય સ્ટાફ અને દરેક બુથ પરના બી.એલ.ઓ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW