Thursday, May 16, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં 4,74,826 પશુધન 179803 પશુ સાથે વાંકાનેર સૌથી વધુ પશુધન બાબતે...

મોરબી જિલ્લામાં 4,74,826 પશુધન 179803 પશુ સાથે વાંકાનેર સૌથી વધુ પશુધન બાબતે સમૃદ્ધ 

જિલ્લામાં પશુ દવાખાના અને ચિકિત્સકની ભારે કમી મંજુર થયેલા 15 પશુ ચિકિત્સક સામે 7 જયારે 13 પશુ નિરીક્ષક સામે 05 જગ્યા જ ભરાયેલ  

મોરબી જિલ્લાની ઓળખ આમ તો ઔદ્યોગિક જિલ્લા તરીકેની છે જોકે મોરબી પશુપાલન વ્યવસાયમાં પણ અન્ય જિલ્લાની જેમ ખુબ ફૂલ્યો ફાલ્યો છે ખાસ કરીને વાંકાનેરમાં સૌથી વધુ પશુ ધન છે તો બાકીના ચારેય તાલુકામાં નોધપાત્ર પશુધન છે જોકે આટલા પશુધનની સરખામણીમાં જિલ્લામાં પશુ ચિકિત્સક કે પશુ દવાખાના પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી મોરબી જિલ્લામાં હાલ 15 પશુ દવાખાના અને 8 પશુ સારવાર કેન્દ્ર અને 2 કી વિલેજ કેન્દ્ર આવેલા છે જોકે તેમાં ફરજ બજાવતા ચિકિત્સા અધિકારી કે પશુ ચિકિત્સકની  જગ્યા અડધાથી વધારે ખાલી છે  હાલ જિલ્લામાં મંજુર થયેલા 16  પશુ ચિકિત્સા અધિકારીના સ્થાને માત્ર 07 અધિકારી છે તો 13 પશુધન નિરીક્ષકની મંજુર થયેલ જગ્યા સામે માત્ર 05 જગ્યા ભરાયેલ છે. મોરબી જીલ્લામાં ભૂતકાળમાં લમ્પી વાયરસ જેવી ગંભીર બીમારી સામે આવી તે સમયે પશુપાલન વિભાગને  અપૂરતા સ્ટાફના કારણે ગ્રામ્ય વિસ્તાર સુધી સુવિધા પૂરી પાડવામાં આંખે પાણી આવી ગયા હતા મોટા ભાગના સ્ટાફ પાસે મર્યાદા કરતા વધુ પ્રમાણમાં કામ લેવાની ફરજ પડી હતી.

માણસના સામાજિક જીવનમાં પશુઓનું મહત્વ શરૂઆત થી જ રહ્યું છે.ઉદ્યોગના વિકાસ પૂર્વે લોકો આજીવિકાનું સાધન તરીકે કૃષિ અને પશુપાલન વ્યવસાય મુખ્ય હતો દૂધ ઉત્પાદન માટે ઘરમાં ઘેટાં બકરા ગાય ભેંસ પાડવામાં આવતા તો ઘોડા,ઊંટ,જેવા પશુઓ પરિવહનનું મુખ્ય સાધન હત્તું. આજના આધુનિક યુગમાં શહેર ભલે પશુઓથી વિમુખ થવા લાગ્યા પણ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પશુધનની જરૂરિયાત એટલી જ છે.પશુઓના માનવ જીવનના મહત્વને સમજી વિશ્વ ભરમાં 27 એપ્રિલ ને વિશ્વ પશુધન દિવસ તરીકે ઉજવવામાં છે 

મોરબી જિલ્લો પણ પશુધન બાબતે સમ્રુધ્ધ છે અને તેના કારણે દર વર્ષે મોરબીની મયુર ડેરી માંથી રેકોર્ડ બ્રેક દૂધ ઉત્પાદન થાય છે મોરબી ઉપરાંત આસપાસ જિલ્લામાં દૂધ જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. મોરબી જિલ્લામાં 20મી પશુ ગણતરી માં 4,74,826 પશુ ધન નોંધાયા હતા. તાલુકાની દ્વષ્ટિએ જોઈએ તો વાંકાનેર તાલુકો પશુધન બાબતે સૌથી વધુ સમ્રુધ્ધ છે.વાંકાનેરમાં1,79,803 પશુઓ ધરાવે છે તો સૌથી ઓછા પશુ માળિયા મિયાણા તાલુકામાં નોંધાયા હતા માળિયા મિયાણા માં20મી પશુ ગણતરીમાં 39,917 પશુઓ નોંધાયા હતા. ક્યા પશુઓની શું સ્થિતિ છે તે જોઈએ  તો સૌથી વધુ સખ્યા ભેંસની છે જિલ્લામાં સંખ્યા 1,73,285 છે તો ગાયની સંખ્યા 1,40,476 છે તો 93,747 ઘેટાં, 65,880 બકરી ની સંખ્યા નોંધાયેલ છે. 

મોરબી જિલ્લામાં સમૃદ્ધ પશુ ધનના કારણે દૂધ ઉત્પાદન પણ વધ્યું છે મોરબી જિલ્લામાં હાલ 309 દૂધ મંડળી નોંધાયેલા છે અને એક વર્ષમાં 53 કરોડ 65 લાખ લીટર દૂધ માત્ર મયુર ડેરીમાં જ એકઠું થઈ શક્યું હતું. પશુ પાલન વ્યવસાયમાં મોરબી જીલ્લો સમૃદ્ધ હોવા છતાં પશુ સારવાર કેન્દ્રની પુરતી સ્થાપન તેમજ તેમાં સ્ટાફની ભરતી કરવામાં  સરકારની આળસ આંખે ઉડીને વળગે છે 4.74 લાખ કરતા પણ વધારે પશુ ધન સામે પશુ ચિકિત્સાલયની સંખ્યા અને તેની સામે પશુ ચિકિત્સકની સંખ્યા ખુબ ઓછી છે  મોરબી જિલ્લામાં હાલ 15 પશુ દવાખાના અને 8 પશુ સારવાર કેન્દ્ર અને 2 કી વિલેજ કેન્દ્ર આવેલા છે જોકે તેમાં ફરજ બજાવતા ચિકિત્સા અધિકારી કે પશુ ચિકિત્સકની  જગ્યા અડધાથી વધારે ખાલી છે  હાલ જિલ્લામાં મંજુર થયેલા 16  પશુ ચિકિત્સા અધિકારીના સ્થાને માત્ર 07 અધિકારી છે તો 13 પશુધન નિરીક્ષકની મંજુર થયેલ જગ્યા સામે માત્ર 05 જગ્યા ભરાયેલ છે.

મોરબી પશુ દવાખાનામાં 66,718 પશુઓની સારવાર 

મોરબી જિલ્લામાં પશુઓની યોગ્ય સારવાર માટે અલગ અલગ સમયે કેમ્પનું આયોજન થતું હોય છે જેમાં વર્ષ દરમીયાન 97 પશુ સારવાર કેમ્પ યોજાયા હતા જેમાં  66 718 પશુઓને સારવાર આપવામાં આવી હતી.તો 13 77 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું 15 700 પશુઓને ખરવા મોવાસાની રસી પણ આપાવામાં આવી હતી 

મોરબી જીલ્લામાં વધુ 8 પશુ સારવાર કેન્દ્ર મંજુર થયા છે 
મોરબી જિલ્લાની સ્થિતિને ધ્યાને લઇ અમારા દ્વારા વખતો વખત રીપોર્ટ મોકલવામાં આવે છે અને તેના આધારે મોરબી જિલ્લાને વધુ 8 પશુ સારવાર કેન્દ્ર મંજુરી મળી ગઈ છે જોકે હાલ ચૂંટણી સમય હોવાથી તેની કામગીરી આગળ વધી શકી ન હતી ચૂંટણી બાદ વધુ 8 કેન્દ્ર શરુ થશે તેમજ આ જગ્યાએ નવા પશુ ચિકિત્સક ની જગ્યા મંજુર થશે તેવી સંભવાના છે આં ઉપરાંત જિલ્લા પશુ સારવાર માટે દર 12 ગામ દીઠ એક મોબાઈલ  વાન પણ ચાલે છે જેનાથી પણ પશુઓને નિયમિત સારવાર મળી રહે છે તેમ જિલ્લા પશુપાલન અધિકારી એન જે ફળદુએ જણાવ્યું   

મોરબી જિલ્લામાં ગૌચર જમીનમાં ઘટાડો પણ પશુ પાલન વ્યવસાય માટે મુસીબત
મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં દિન પ્રતિદિન ગૌચર જમીન ઘટી રહ્યા છે અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં ગેર કાયદે દબાણ થવાની ફરિયાદ થતી રહે છે અને તેના કારણે પશુઓ માટે પુરતો ઘાસચારો ન મળતા પશુ પાલકોને વેચાતું ઘાસ ખરીદવાં છે જેના કારણે પશુપાલન વ્યવસાય  મોંઘુ થયું છે 

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,954FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW