(1)હળવદના કીડી ગામે શખ્સ ના રહેણાંક મકાનમાંથી દારૂ નો જથ્થો ઝડપાયો
હળવદના કીડી ગામે રહેતા વનરાજભાઈ મેરૂભાઈ કોળી નામના શખ્સના ઘરેથી દારૂ નો મુદામાલ મળી આવ્યો હતો.તે શખ્સના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો કુલ રૂ.-160 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને ઘટના સ્થળે તે શખ્સ ની હાજરી મળી ન હતી.તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)વાંકાનેરના માટેલ રોડ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો
વાંકાનેરના માટેલ રોડ વિકાસ હોટલ પાછળ દારૂ સાથે કીશનભાઇ બચુભાઇ સાડમીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-1000 નો મુદામાલ મળી આવ્યો હતો જે વાંકાનેર પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ સામે દારૂ વહેચવા અંગે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(3)વાંકાનેર ના માટેલ રીચ સિરામિક પાસે દારૂ સાથે મહિલા ઝડપાઈ
વાંકાનેરના માટેલ રોડ રીચ સિરામિક પાસે દારૂ સાથે વસંતબેન દિનેશભાઇ જખાણીયા ને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.તે મહિલા શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-300 મુદામાલ મળ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો. વાંકાનેર પોલીસે તે મહિલા સામે દારૂ વેચાણ અંગે ગુનાની નોધાણી કરી હતી.
(4)હળવદના ઘનશ્યામગઢ ગામે ઘર પાસે રિક્ષા લઇને ન નીકળતો નહીતર યુવકને જાણથી મારી નાખવાની ધમકી આપી
હળવદના ઘનશ્યામગઢ ગામે લક્ષ્મીબેન ના દિકરા ઋત્વીકને એ જ્યોતીષભાઇ પોપટભાઇ ગોપાણી પોતાના ઘર પાસેથી રીક્ષા લઇ નીકળતો નહી નકર જીવતો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.આ બાબત ને લઇ લક્ષ્મીબેન એ જ્યોતીષભાઇ પોપટભાઇ ગોપાણી ને કહ્યું કે મારા દિકરાને તમારા ઘર પાસેથી આવવાની કેમ ના પાડો છો? તેવો ઠપકો આપતા જ્યોતીષભાઇ પોપટભાઇ ગોપાણી એ ઉશ્કેરાઇ જઇ લાઇટના કેબલ વડે લક્ષ્મીબેન ને જમણી બાજુ પેટના ભાગે તથા માથાના ભાગે માર મારી તથા શંકરભાઇ પોપટભાઇ ગોપાણીએ લાકડી વડે લક્ષ્મીબેનના સાથળના ભાગે માર મારી મુંઢ ઇજા કરી તથા જ્યોતીષભાઇના પત્નીએ લક્ષ્મીબેન ની દિકરી પ્રિયાને પકડી રાખી ઝપાઝપી કરી થતા સાહેદ પ્રિયાની છેડતી કરી હતી.આ બનાવ અંગે લક્ષ્મીબેન રતિલાલ થરેસા એ તે ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(5)મોરબીના નીચી માંડલ ગામે બે મકાનમાંથી ચોરી
મોરબીના નીચી માંડલ ગામ, હાઇસ્કુલના પાછળના ભાગે રહેતા પ્રકાશભાઇ સહો મહેશભાઇ સોલંકીના રહેણાક મકાનના કોઈ અજાણ્યો શખ્સ આવી તેના રૂમની બારીના સળીયા તોડી રાત્રીના દરમ્યાન રૂમમા પ્રવેશ કરી રૂમમા રહેલ વસ્તુ વેરવિખેર કરી કબાટમા રહેલ સોના ચાદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.1,32,500/- ની તથા સોમાભાઇના ઘરમાંથી સોના ચાદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. 52,500/- મળી કુલ રૂ.-1,85,000/- કોઇ અજાણ્યા શખ્સ ચોરી કરી નાસી ગયો હતો.આ બનાવ અંગે પ્રકાશભાઇ મહેશભાઇ સોલંકી એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
(6)વાંકાનેરના કાનપર ગામે દોઢ વર્ષ બાળકને દડો વાગી જતા મોત
વાંકાનેરના કાનપર ગામે ક્રિકેટ રમતા પ્રભાત હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરા ને રમતા રમતા દડો વાગી જતા બેભાન થઇ જતા તેને આસપાસના લોકો દ્વારા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. ડો. જાવીદ મસાકપુત્રા એ વાંકાનેર પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(7)મોરબીમાં હાર્ડ એટેક થી વૃધ્ધા નું મોત
મોરબીના રવાપર ઘુનડા રોડ પાસે રહેતા નાથુભાઇ રવજીભાઇ મચ્છોયાને હાર્ડ એટેક આવતા મોત થયું હતું.તે કોઇ કામ સબબ ઘરેથી નીકળી મોરબી રવાપર ઘુનડા રોડ પ્લેટીનીયમ પાર્ટી પ્લોટ પાસે કાનાભાઇના તબેલાની સામે જતા હતા તે સમયે અચાનક જ હાર્ડએટેક આવતા તે આસપાસના લોકો દ્વારા તે પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.રામભાઇ બાબીનભાઇ મુંઝારીયા એ આ બનાવ ની જાણ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ને કરી હતી.

