Wednesday, May 15, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં દૂધની ભેળસેળ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવા માગ

મોરબી જિલ્લામાં દૂધની ભેળસેળ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવા માગ

મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં દિન પ્રતિદિન ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થનું વેચાણ વધી રહ્યું છે તેમાં પણ દુધ અને તેની બનાવટથી બનતી વાનગીમાં મિલાવટનું જોખમ સૌથી વધુ છેઅને તેનું કારણ એ છે કે મોરબી જિલ્લો હોવા છતાં ફૂડ ટેસ્ટીંગ માટે કોઈ લેબોરેટરી નથી તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ અપૂરતા કર્મચારી હોય પરિણામે ફૂડ ટેસ્ટીંગ કામગીરી જેટલી જરૂરિયાત છે તે મુજબ થઇ શકતી નથી

સતત વધી રહેલ દૂધની ભેળસેળને ધ્યાને લઇ આજે મોરબીમાં અખિલ ભારતીય ગ્રામ પંચાયત દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે મોરબીમાં દૂધ અને દૂધ બનાવટની ચીજ વસ્તુંઓમાં ભેળસેળ અટકાવવા મોબાઈલ ફૂડ લેબોરેટરી ફાળવવા અને તેના થકી નિયમિત ચેકિંગ કરવામાં આવે,મોરબી જીલ્લામાં ફૂડ ટેસ્ટીંગ વધે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ખાલી જગ્યા ભરવામાં આવે જેથી ચકાસણી વધે તેમજ જે જે સ્થળે દુધમાં ભેળસેળ પકડે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા છે. સંસ્થાના જયંતિ રજકોટિયા, રમેશ અઘારા, મહેશ જાની, મેહુલ ગાંભવા, અમિત ફૂલતરિયા, નિલેશ બારૈયા, રાજુભાઈ કામારિયા તથા કાર્યકર્તા ગણ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,959FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW