Wednesday, May 15, 2024
HomeNationalભાણેજ ના લગ્નમાં આવેલા મામા એ માત્ર ડીજેના ગીત બદલાવવા મુદે કરી...

ભાણેજ ના લગ્નમાં આવેલા મામા એ માત્ર ડીજેના ગીત બદલાવવા મુદે કરી નાખી બનેવીની હત્યા

કોઈ પણ દીકરીના લગ્ન જીવનનો સૌથી મોટો ખુશીનો પ્રસંગ હોય છે અને આ પ્રસંગમાં જેટલા દીકરીના માતા પિતા અને પરિવારજનો જેટલા ખુશ હોય તેટલી જ ખુશી મામાની પણ હોય છે જોકે ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના બની કે ખુદ મામા તેની ભાણેજના લગ્નમાં વિલન બની ગયા હતા લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે પર ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ લોકો ઉજવણીમાં વ્યસ્ત હતા તે દરમિયાન ડીજે પર ગીત બદલવા મુદે વિવાદ થયો હતો આ વિવાદ એટલો વધી ગયો કે સાળા બનેવી વચ્ચે જોરદાર ઝઘડો થઇ ગયો હતો અને તેનો ખાર રાખી સાડા અને તેના પુત્રોએ જે દીકરીના લગ્ન હતા તેના જ પિતાને માર મારી પતાવી દીધો હતો

હત્યાની આ ઘટના ઉત્તર પ્રદેશના આગ્રા જીલ્લાના ફતેહાબાદ શહેરના અવંતિબાઈ ચોકમાં બની હતી . રામબરનની પુત્રી મધુના રવિવારે ફતેહાબાદના અવંતિબાઈ ચોકમાં આવેલ કૃષ્ણ ધામ કોલોનીમાં લગ્ન હતા. ફિરોઝાબાદના પ્રેમપુર ગામથી લગ્નની સરઘસ આવી હતી. રામબરનના ભાઈ અનિલે જણાવ્યું કે રાત્રે લગભગ 2 વાગે દુલ્હનના પિતા રામબરન અને તેના સાળા રાજુ વચ્ચે જ્યારે ડીજે પર ગીત બદલવાનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે મધ્યસ્થી થઈ. ગુસ્સે થઈને બાબરપુરનો રહેવાસી રાજુ તેના ઘરે ગયો.હતો જોકે આરોપી રાજુ બીજા દિવસે સોમવારે સવારે લગભગ 5 વાગે કૃષ્ણ ધામ આવ્યો હતો. ત્યારે જે દીકરીના લગ્ન હતા તેના ચરણોની પૂજાની વિધિ માટે તૈયારીઓ ચાલી રહી હતી.દરમિયાન, રાજુ, તેના પુત્ર સુનીલ અને ભત્રીજાઓ સચિન, વિષ્ણુ, પુષ્પેન્દ્ર, રણજીત, વિજય અને અન્ય લોકો સાથે લગ્ન સમારોહમાં પ્રવેશ કરે છે. આરોપીઓએ ઘરમાં ઘુસીને સળિયા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેના કારણે લગ્ન પ્રસંગમાં હોબાળો મચી ગયો હતો. જ્યારે રામ બરન અને તેના ભાઈઓ ભૂરી સિંહ, અનિલ અને વિનોદ અવાજ સાંભળીને તેમને બચાવવા આવ્યા ત્યારે હુમલાખોરોએ તેમને બેરહેમીથી માર માર્યો હતો. હુમલામાં રામબરન, ભૂરી સિંહ, અનિલ અને વિનોદ ઘાયલ થયા હતા. લગ્ન પ્રસંગમાં નાસભાગ મચી ગઈ હતી.

ગંભીર રીતે ઘવાયેલા રામબરનને પરિવારજનોએ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તપાસ બાદ રામબરનને મૃત જાહેર કર્યો હતો. જેના કારણે લગ્ન ગૃહમાં અરાજકતા જોવા મળી હતી. માહિતી મળતાં એસીપી ફતેહાબાદ અમરદીપ લાલ અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ACP અમરદીપ લાલે જણાવ્યું કે મૃતકના ભાઈ અનિલની ફરિયાદ પર રાજુ, સુનીલ, સચિન, વિષ્ણુ, પુષ્પેન્દ્ર, રણજીત અને વિજય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે હુમલાખોરોએ મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને લૂંટ ચલાવી. આરોપીઓને પકડવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,965FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW